હું 15 વર્ષથી લોકડાઉનમાં છું..તેમ કહી લોકડાઉન માં લોકોને હિંમત આપનાર કૃપલની વડાપ્રધાન મળ્યા

Updated: Sep 27th, 2023


Google NewsGoogle News
હું 15 વર્ષથી લોકડાઉનમાં છું..તેમ કહી લોકડાઉન માં લોકોને હિંમત આપનાર કૃપલની વડાપ્રધાન મળ્યા 1 - image
file photo
લોકડાઉનમાં લોકો ગૂંગળાઇ ગયા હતા ત્યારે છેલ્લા ૧૫વર્ષથી લોકડાઉન થયેલી કૃપલ ચોકસીની હિંમત અને મનોબળને ખુદ વડાપ્રધાને બીજી વખત રૃબરૃ મળી દાદ આપી હતી.લોકડાઉન વખતે કૃપલે પોતાનો દાખલો આપીને લોકોને નાસીપાસ નહિં થવા અપીલ કરી હતી.

વર્ષ-૨૦૦૮માં કૃપલ ચોકસી નૈરોબી ગઇ હતી ત્યારે તેની કારને અકસ્માત થતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.જર્મની અને અન્ય દેશમાં તેની સર્જરી કરવામાં આવી હતી.પરંતુ તેના શરીરનો કમરની નીચનો  ભાગ આજે પણ કામ કરતો નથી. ૧૫ વર્ષથી તે લોકડાઉનની સ્થિતિમાં હોવા છતાં સતત પ્રવૃત્તિશિલ છે.

નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે કૃપલને મળી તેની  હિંમતને બિરદાવી હતી.આજે ફરીથી કૃપલ વ્હીલચેર પર તેના પિતા અશ્વિન ચોકસી સાથે સ્ટેજ પાછળ આવી ત્યારે નરેન્દ્ર મોદી તેને મળ્યા હતા અને કૃપલ તું બહુ મોટી થઇ ગઇ,તબિયત કેમ છે..તેમ કહી માથે હાથ મુક્યો હતો.કૃપલે દિલ્હી ફરવા આવવું છે તેમ કહેતાં મોદીજીએ તેને શિયાળામાં ના આવીશ,ઠંડીને કારણે તકલીફ વધશે તેમ કહ્યું હતું.


Google NewsGoogle News