વડોદરા: કોર્પોરેશન દ્વારા સયાજીપુરામાં 9 મીટરના ટીપી રોડ પરના દબાણો દૂર કરાયા
Image Source: Wikipedia
વડોદરા, તા. 13 માર્ચ 2024 બુધવાર
વડોદરા કોર્પોરેશનની દબાણ શાખાએ આજે સયાજીપુરામાં 9 મીટરના ટીપી રોડ પરના દબાણો દૂર કર્યા હતા. કોર્પોરેશનની દબાણ શાખાની ટીમે સયાજીપુરામાં આવેલ ટીપી નંબર 6 ખોડીયાર નગર ચાર રસ્તાથી તળાવ પાસે આવેલ ડુપ્લેક્સના 9 મીટર પર ઉભા થયેલા ઓટલા, કમ્પાઉન્ડ વોલ સહિતના 20 જેટલા દબાણો દૂર કર્યા હતા. પાલિકાની ટીમે અગાઉ આ જગ્યાએ દબાણ કરનારાઓને ખસી જવાની નોટિસ આપી હતી. છતાં તેમના દબાણ યથાવત રહેતા આજે કાર્યવાહી કરાઇ હતી.