ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બનેલા વેપારીને પોલીસ કહે છે કે પૈસા પાછ નહી મળે
વેપારીના ક્રેડિટ કાર્ડમાંથી 93 હજાર રૃપિયા ઉપડી ગયા હતા, 6 મહિનામાં વેપારીએ પોલીસ સ્ટેશનના 42 ધક્કા ખાધા
વડોદરા : ઓનલાઇન ફ્રોડનો ભોગ બનેલા વડોદરાના વેપારીને ન્યાય અપાવવાના બદલે પોલીસ માત્ર ધક્કા જ ખવડાવી રહી હોવાથી થાકીને વેપારીએ રાજ્યના ગૃહ વિભાગથી લઇને પ્રધાનમંત્ર કાર્યલય સુધી ફરિયાદ કરી છે. વેપારીનો આક્ષેપ છે કે છેલ્લા ૬ મહિનામાં મારે પોલીસ સ્ટેશનના ૪૨ ધક્કા ખાવા પડયા છે.
લક્ષ્મીપુરા રોડ ઉપર રહેતા વેપારી શ્રેયાંસ વોરા પોતાની સાથે થયેલ ફ્રોડ અને પોલીસની હેરાનગતિ અંગે વાત કરતા કહે છે કે મારી પાસે એયુ સ્મોલ ફાઇનાન્સનું ક્રેડિટ કાર્ડ છે. ૨૨ માર્ચ ૨૦૨૪ના રોજ મારા મોબાઇલ ઉપર એક મહિલાનો ફોન આવ્યો કે એ.યુ. સ્મોલ ફાઇનાન્સ ક્રેડિટ કાર્ડ ડિપાર્ટમેન્ટમાંથી બોલુ છુ. તમારા કાર્ડનો વાર્ષિક ૯ હજારનો મેન્ટેનન્સ ચાર્જ ભરવો ન પડે તે માટે હું લિંક મોકલુ છુ તેમાં દર્શાવેલ ફોર્મ ભરીને મોકલો અને પછી મારો ક્રેડિટ કાર્ડ નંબર માગ્યો. મે નંબર આપતા જ તુરંત મારા કાર્ડમાંથી ત્રણ તબક્કામં ૯૩,૦૧૫ રૃપિયા ઉપડી ગયા.
વેપારી સાથે 6 મહિના પહેલા ઓનલાઇન ફ્રોડ થયો હતો, હવે ગોરવા પોલીસ કહે છે કે લખીને આપો કે પૈસા પરત નહી આવે તેની સાથે હું સહમત છું