અકોટાના એટીએમની બહાર ઇન્દૌરના યુવકના 3 લાખ લૂંટાયાના મેસેજથી પોલીસ દોડતી થઇ
symbolic |
ઇન્દૌરના સિધ્ધરાજસિંહ નામના યુવકે પોલીસને એટીએમમાંથી રૃપિયા ઉપાડીને નીકળ્યો ત્યારે સ્કૂટર પર આવેલો લૂંટારો રૃપિયાની થેલી આંચકી ફરાર થઇ ગયો હોવાનો મેસેજ આપતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા.
જો કે પોલીસની પ્રાથમિક તપાસમાં પોલીસને લૂંટના કોઇ પુરાવા મળ્યા નહતા.જેથી કડકાઇથી પૂછપરછ કરતાં અલકાપુરીની હોટલમાં રોકાયેલો યુવક તેના મિત્રોના એટીએમ કાર્ડ લઇને આવ્યો હતો અને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ માટે અઢી લાખનું ટ્રાન્જેક્શન પણ કર્યું હોવાની માહિતી મળી હતી.
બીજા રૃ.૫૦ હજાર એટીએમમાંથી ઉપાડીને મિત્રને આપ્યા બાદ તે સ્કૂટર પર જતો રહેતાં ઇન્દૌર યુવકને શંકા ગઇ હતી અને તેણે લૂંટનો ફેક મેસેજ કર્યો હતો.
અકોટાના પીઆઇ વાય એમ મકવાણાએ કહ્યું હતું કે,ઇન્દૌરના માતા-પિતાને બોલાવ્યા છે.તેમની પાસેથી પુરતી માહિતી મેળવ્યા બાદ ઠગાઇનો ગુનો બનતો હશે તો કાર્યવાહી કરવામાં આવશે.