Get The App

વડોદરામાં 5000 પરપ્રાંતીય ચોરોની ફોજ ઊતરી આવ્યાના વાયરલ મેસેજ બાદથી ફફડાટ, પોલીસ દોડતી થઈ

Updated: Oct 18th, 2024


Google NewsGoogle News
વડોદરામાં 5000 પરપ્રાંતીય ચોરોની ફોજ ઊતરી આવ્યાના વાયરલ મેસેજ બાદથી ફફડાટ, પોલીસ દોડતી થઈ 1 - image


વડોદરાઃ પરપ્રાંતીય ચોરોની મોટી ફોજ ઉતરી આવી હોવાની અફવા ફેલાતાં વડોદરાની આસપાસના ગામોમાં લોકોએ મારક હથિયારો સાથે જાગરણ શરૂ કર્યું છે.જેને કારણે પોલીસ ગામેગામ દોડી જઇને મીટિંગો કરી રહી છે.

છેલ્લા કેટલાક સમયથી ચોર ટોળકી ઉતરી આવી હોવાના મેસેજો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. આ મેસેજોમાં એમ પણ લખવામાં આવ્યું છે કે,એક જગ્યાએ પકડાયેલા ચોરે તેમની સાથે 5000 ચોર હોવાનું કબૂલ્યું છે. ચોરો દ્વારા ઘાતકી હુમલા કરવામાં આવતા હોવાની પણ વાતો વહેતી થઇ છે.

પોલીસે આ પ્રકારની અફવાઓ પર ધ્યાન નહિ આપી કંટ્રોલરૂમનો સંપર્ક સાધવા અપીલ કરી છે.આવા બનાવોને કારણે નિર્દોષ લોકોનો ભોગ લેવાઇ જવાની પણ શક્યતા દર્શાવવામાં આવી છે.

તો  બીજીતરફ પોલીસ કમિશનરે તમામ અધિકારીઓને સતર્ક રહેવા માટે તાકિદ કરી લોકોની વચ્ચે જવા કહેતાં છાણી,જવાહર નગર તેમજ નંદેસરી પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતના અધિકારીઓએ ગામેગામ જઇ અફવાથી દૂર રહેવા માટે સમજાવવા મહોલ્લા મીટિંગો શરૃ કરી છે.


Google NewsGoogle News