ફરાર યુસુફ કડિયાને પકડવા માટે પોલીસે અલગ - અલગ ટીમ બનાવી

નામચીન યુસુફ કડિયા સામે ૨૫ વર્ષમાં ૨૩ ગુનાઓ : બે વખત પાસા હેઠળ અટકાયત થઇ છે

Updated: Oct 15th, 2023


Google NewsGoogle News
ફરાર યુસુફ કડિયાને  પકડવા માટે પોલીસે અલગ - અલગ ટીમ બનાવી 1 - image

 વડોદરા,મચ્છીપીઠના નામચીન યુસુફ શેખ ઉર્ફે કડિયા પાસે રૃ.૩૦ લાખની ઉઘરાણી માટે આવેલા રાજસ્થાનના યુવકને યુસુફના કહેવાથી અરસદબાપુએ ગળે છરી મૂકી ધમકી આપી હોવાની ફરિયાદ બાદ ફરાર થઇ  ગયેલા યુસુફ કડિયાને પકડવા માટે પોલીસે અલગ - અલગ ટીમો બનાવી રાજ્ય બહાર તપાસ હાથ ધરી છે.

રાજસ્થાનના મકરાણા ખાતે રહેતા માર્બલના વેપારી મો.નદીમ સગીર એહમદ ગેસાવતે જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે,વાસણા-ભાયલી રોડ પર અર્થ-૨૪માં બી ટાવરમાં પહેલા માળે રહેતા મારા મામા યુસુફ સિદ્દિકભાઇ શેખ પાસે મારા માસીના પુત્ર ઇમરાન ગેસાવત રૃ.૩૦ લાખ માંગતો હોવાથી તેની ઉઘરાણી માટે અમે  યુસુફને ત્યાં આવ્યા હતા.

ત્યારે ચાર માણસો આવ્યા હતા.જેમાંથી ત્રણ જણા મારી પાસે આવ્યા હતા અને તે પૈકીના એક શખ્સે મારા ગળે છરી મુકી કુછ ભી બોલના મત,વરના કાટ ડાલૂંગા..તેવી ધમકી આપી હતી.આ વખતે યુસુફ તેના પુત્ર અને પુત્રી સાથે ઘરમાંથી નીકળ્યો હતો અને છરી મુકનારને કહ્યું હતું કે,અરસદબાપુ અગર જ્યાદા હોંશીયારી કરે તો સિકો કાટ દેના,મેં બૈઠા હું.સબ સંભાલ લુંગા. આ ગુનામાં નાસતા ફરતા આરોપી યુસુફ કડિયાને પકડવા માટે પોલીસે અલગ - અલગ ટીમો બનાવી છે. જમીન કૌભાંડમાં સંડોવાયેલા યુસુફ કડિયા સામે વર્ષ - ૧૯૯૮ થી અત્યાર સુધી કુલ ૨૩ ગુનાઓ દાખલ થયા છે. અને વર્ષ ૨૦૧૯ તથા ૨૦૦૨ માં તેની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, યુસુફ કડિયો અગાઉ મચ્છીપીઠમાં રહેતો હતો.


Google NewsGoogle News