સ્ટાર રેસિડેન્સીના ઠગ બિલ્ડર જયેશ પટેલના હિસાબોમાં પોલીસ અટવાઇ,ભાગીદારોની ભૂમિકા નક્કી થતી નથી

Updated: Sep 21st, 2023


Google NewsGoogle News
સ્ટાર રેસિડેન્સીના ઠગ બિલ્ડર જયેશ  પટેલના હિસાબોમાં પોલીસ અટવાઇ,ભાગીદારોની ભૂમિકા નક્કી થતી નથી 1 - image

વડોદરાઃ ભાયલીની સ્ટાર રેસિડેન્સીના ઠગ બિલ્ડર જયેશ પટેલની તપાસ કરી રહેલી પોલીસ તેના હિસાબોનો તાળો મેળવવામાં અટવાઇ ગઇ છે.

ભાયલીની સ્ટાર રેસિડેન્સીની સ્કીમ મૂકનારા જયેશ પટેલ સામે એક પછી એક ૧૮ ફરિયાદો નોંધાતા ગોત્રી પોલીસે તેની એક પછીએક  ગુનામાં ધરપકડ કરી રિમાન્ડ મેળવી રહી છે.પરંતુ હજી પોલીસને જયેશના હિસાબોનો તાળો મેળવવામાં મુશ્કેલી પડી રહી હોય તેમ લાગે છે.જેથી આ બાબતે હજી કોઇ નક્કર માહિતી મળી નથી.

તો બીજીતરફ સત્યા ડેવલોપર્સની સ્કીમમાં ત્રણ ભાગીદારો હોવા છતાં પોલીસ હજી અન્ય ભાગીદારોની જવાબદારી નક્કી કરી શકી નથી.ઇકોસેલ ને એક ફરિયાદની તપાસ સોંપાઇ છે તેમાં જયેશ પટેલની સાથે રાકેશ પટેલને પણ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યો છે.જેથી આગામી સમયમાં ગોત્રી પોલીસની તપાસ પુરી થાય ત્યારબાદ ઇકોસેલ તપાસ કરનાર છે.


Google NewsGoogle News