પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને કારમાંથી વિદેશી દારૃનો જથ્થો પકડયો
ગાંધીનગર નજીક પાલજ બ્રિજ ઉપર
બે બુટલેગર પકડાયા,એક ફરાર : દારૃ બિયર મળી ૧.૯૧ લાખ રૃપિયાનો મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો
રાજ્યમાં દારૃબંધી હોવા છતાં પર પ્રાંતમાંથી મોટા પ્રમાણમાં
વિદેશી દારૃનો જથ્થો રાજ્યમાં ઘુસાડવામાં આવી રહ્યો છે અને તે માટે ખાસ કરીને
ચિલોડા હિંમતનગર હાઇવેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ સ્થિતિમાં પોલીસ દ્વારા પણ
બાતમીદારોને સક્રિય કરીને પર પ્રાંતમાંથી વિદેશી દારૃ ભરીને આવતા વાહનોને પકડવા
માટે ખાસ ઝુંબેશ શરૃ કરવામાં આવી છે દરમિયાનમાં ચિલોડા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં
હતી તે સમયે બાતમી મળી હતી કે,
હિંમતનગર તરફથી એક કારમાં વિદેશી દારૃનો જથ્થો ભરીને અમદાવાદ તરફ લઈ જવામાં
આવી રહ્યો છે. જે બાતમીના પગલે પોલીસ ટીમ દ્વારા ચંદ્રાલા ગામ પાસે બ્રિજ નજીક વોચ
ગોઠવી દેવામાં આવી હતી અને બાતમીવાળી કાર આવતા તેને ઊભી રહેવા માટે ઈશારો કરવામાં
આવ્યો હતો પરંતુ તેના ચાલકે કાર પાલજ બ્રિજ તરફ ભગાવી મૂકી હતી. જેના પગલે પોલીસે
ફિલ્મી ઢબે આ કારનો પીછો શરૃ કર્યો હતો. સવસ રોડ પર કાર મૂકીને ત્રણ બુટલેગરો
ભાગવા લાગ્યા હતા. જોકે પોલીસે બે જણાંને પકડી લીધા હતા. જ્યારે એક ઈસમ નાસી
જવામાં સફળ રહ્યો હતો. બાદમાં તેઓની પૂછપરછ કરતા તેમણે પોતાના નામ સમીરમીયા
મહેમુદમીયા શેખ રહે, ખાતરેજ
દરવાજા પાસે મહેમદાવાદ તા-નડીયાદ અને નિલેશ નરહરીપ્રસાદ રામાનુજ રહે. વાલ હોવાનું
જણાવ્યું હતું. જેઓને સાથે રાખી પોલીસે કારની તપાસ કરતાં ૪૧ હજારથી વધુની કિંમતની
દારૃ - બિયરનો જથ્થો મળી આવ્યો હતો. ભાગી જનાર જીગર નટવરલાલ પટેલ રહે. રામોલ
હોવાનું જાણવા મળ્યું હતું.