Get The App

ફાયરિંગમાં વપરાયેલી પિસ્તોલ જયસીંગને પિતરાઇ ભાઇએ આપી હતી

ઇજાગ્રસ્ત પત્ની કોમલ હજી સ્ટેટમેન્ટ આપી શકે તેવી સ્થિતિમાં નથી

Updated: Dec 1st, 2023


Google NewsGoogle News
ફાયરિંગમાં વપરાયેલી પિસ્તોલ જયસીંગને પિતરાઇ ભાઇએ આપી હતી 1 - image

 વડોદરા,દંતેશ્વર સંતોષવાડીમાં બેડરૃમમાં થયેલા ફાયરિંગના કેસમાં વપરાયેલી પિસ્તોલ આરોપી પતિને તેના ફોઇના દીકરાએ આપી  હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું છે.

લગ્નના એક મહિનાની ઉજવણી દરમિયાન દંતેશ્વર સંતોષવાડીમાં રહેતા જયસીંગ સિંકલીગરના પત્ની કોમલને લમણાના ભાગે ગોળી વાગતા ગંભીર ઇજા થઇ હતી. હાલમાં કોમલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે. તેની તબિયત સુધારા પર છે. પરંતુ, કોમલ હજી સ્ટેટમેન્ટ આપી શકે તેવી સ્થિતિમાં નથી. દરમિયાન મકરપુરા પી.આઇ. જે.એન. પરમારે પતિ જયસીંગની  હાથ ધરેલી  પૂછપરછ દરમિયાન એવી વિગતો જાણવા મળી છે કે, ગુનામાં વપરાયેલી  પિસ્તોલ જયસીંગને તેના ફોઇના દીકરા સોનુસીંગ બલવીરસીંગ સિક્લીગરે ( રહે. ચિંતન નગર સોસાયટી, સંતોષવાડી, દંતેશ્વર મૂળ  રહે. સુરત ડીંડોલી બસ સ્ટેન્ડ પાસે) આપી હતી. આ પિસ્તોલનો કોઇ ગુનામાં ઉપયોગ થયો નથી. પિસ્તોલ આપનાર સોનુ હાલમાં જયસીંગના પિતા સાથે જેલમાં છે.


Google NewsGoogle News