નામચીન યુસુફ કડીયા પાસે 30 લાખ લેવા આવેલા શખ્સને ગળે ચાકુ મૂકી ધમકી આપનાર સાગરીત પકડાયો
વડોદરાઃ તાંદલજામાં રૃ.૩૦લાખની લેવડદેવડના મુદ્દે નામચીન યુસુફ કડીયાને ત્યાં આવેલા શખ્સને ગળે ચાકુ મૂકી ધમકી આપનાર શખ્સને છ મહિના બાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે,તાંદલજામાં અર્થ-૨૪ ખાતે રહેતા યુસુફ શેખ પાસે બાકી નીકળતા રૃ.૩૦ લાખના મુદ્દે વાતચીત કરવા માટે ગયેલા શખ્સ પાસે વહેલી સવારે ચારમાંથી ત્રણ હુુમલાખોરો નજીક આવ્યા હતા અને અરશદ અલી ઉર્ફે બાપુ લિયાકતઅલી સૈયદ (વાડી તાડફળિયા)એ ગળે ચાકુ મૂકી કંઇ પણ બોલશે તો ગળું કાપવાની ધમકી આપી હતી.
આ વખતે યુસુફ શેખ ઘરમાંથી નીકળી ગયો હતો અને તેણે અરશદને કહ્યું હતું કે,આ વ્યક્તિ કોઇ પણ હોંશીયારી કરે તો કાપી નાંખજે,હું બેઠો છું.આ બનાવ અંગે પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો.ક્રાઇમ બ્રાન્ચે અરશદઅલીને રેસકોર્સ સીએનજી સ્ટેશન પાસેથી ઝડપી પાડયો છે.