Get The App

પાસપોર્ટ કઢાવવા બંગાળનું ડુપ્લીકેટ એલસી રજૂ કરનાર શખ્સ પકડાયો

Updated: Apr 6th, 2024


Google NewsGoogle News


પાસપોર્ટ કઢાવવા બંગાળનું ડુપ્લીકેટ એલસી રજૂ કરનાર શખ્સ પકડાયો 1 - image

પાસપોર્ટ કઢાવવા માટે પશ્ચિમ બંગાળની મદ્રેસા નું ડુપ્લીકેટ એલસી રજૂ કરનાર આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.      

વડોદરાના યાકુતપુરા વિસ્તારમાં રહેતા મૂળ પશ્ચિમ બંગાળના અનીશ અલી ઓજેદ અલી શેખ (આયશા ફલેટ,પટેલ ફળિયા)એ રજૂ કરેલું બંગાળની મદ્રેસા નું ધોરણ-5 નું સર્ટિફિકેટ ડુપ્લીકેટ હોવાની શંકા જતા અમદાવાદ પાસપોર્ટ ઓફિસે વડોદરા પોલીસને જાણ કરી હતી.    

પોલીસની તપાસ દરમિયાન આરોપીએ તેના ગામની સ્કૂલમાં ધોરણ-3 સુધી જ અભ્યાસ કર્યો હોવાની વિગતો જણાઈ આવી હતી. જેથી તેની સામે ગુનો નોંધાયો હતો. ક્રાઈમ બ્રાન્ચે અનિશઅલીને યાકુત પુરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો.


Google NewsGoogle News