ચોરીની બાઇક બગીખાના પાસે સંતાડનાર ઝડપાયો

છોટાઉદેપુરના બોગસ દસ્તાવેજ બનાવવાના કેસમાં સામેલ આરોપી પકડાયો

Updated: Dec 14th, 2023


Google NewsGoogle News
ચોરીની બાઇક બગીખાના પાસે સંતાડનાર ઝડપાયો 1 - image

વડોદરા,વાહન ચોરી, બોગસ દસ્તાવેજો બનાવવાના તથા પ્રોહિબીશનના કેસમાં નાસતા ફરતા બે આરોપીને પોલીસે ઝડપી પાડયો છે.

નવાપુરા  પોલીસે મળેલી માહિતીના આધારે સૈયદપુરા મોટી અંજલિ એપાર્ટમેન્ટની બાજુમાં રહેતા ખાલીદ યુસુફભાઇ ગજીયાવાલા અગાઉ ચોરીના ગુનામાં પકડાયો છે. કારેલીબાગ તથા સમા પોલીસ સ્ટેશનની હદમાંથી ચોરાયેલી બાઇક તેણે બરોડા બગીખાના સ્કૂલની બાજુમાં પાર્ક કરી છે. જેથી, પોલીસે વોચ ગોઠવીને ચોરીની બાઇક લેવા આવેલા ખાલીદને ઝડપી પાડયો હતો. પોલીસે તેની પાસેથી બે બાઇક કબજે કરી છે.

અન્ય એક બનાવમાં વારસિયા પોલીસને માહિતી મળી હતી કે, છોટાઉદેપુર પાનવડ પોલીસ સ્ટેશનના પ્રોહિબીશન, બોગસ દસ્તાવેજ બનાવવાના  તથા બાપોદ   પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મારામારીના ગુનામાં નાસતો ફરતો આરોપી રાકેશ રામેદવભાઇ કનોજીયા ( રહે.પાણીગેટ રામેશ્વર મંદિર પાછળ) વારસિયા ધોબી તળાવ પાસે આવનાર છે. જેથી, પોલીસે વોચ ગોઠવીને તેને ઝડપી પાડયો હતો. આરોપી સામે અગાઉ આઠ ગુના દાખલ થયા છે.


Google NewsGoogle News