Get The App

પેમેન્ટ કંપનીએ 60 હજારની ઉઘરાણી શરૃ કરતા વેપારીની સાયબર ક્રાઇમમાં ફરિયાદ

Updated: Jan 5th, 2024


Google NewsGoogle News
પેમેન્ટ કંપનીએ 60 હજારની ઉઘરાણી શરૃ કરતા વેપારીની સાયબર ક્રાઇમમાં ફરિયાદ 1 - image


કોઇ પણ ઓટીપી આપ્યા વગર અને વાપર્યા નહીં હોવા છતાં

સ્થાનિકથી લઇને કેન્દ્ર સરકાર સુધી ફરિયાદો કરતા કંપનીએ આખરે ભુલ સ્વિકારીઃસાત મહિને વેપારીને ન્યાય મળ્યો

ગાંધીનગર : ગાંધીનગરના મોબાઇલના વેપારીના એકાઉન્ટમાંથી ઓનલાઇન પેમેન્ટ કરતી કંપની દ્વારા કોઇ પણ ઓટીપી વગર રૃપિયા કાપી લીધા હતા. એટલુ જ નહીં, વારંવાર ઉઘરાણી કરવામાં આવતી હતી અને વેપારીનો બેંકમાં સિબલિંગ સ્કોર પણ ડાઉન થતો હતો જેના પગલે વેપારીએ કેન્દ્ર સરકારના સીપીજીઆરએએમ વિભાગમાં ઓનલાઇન ફરિયાદ નોંધાવી હતી. જેના થોડા જ દિવસોમાં આ પેમેન્ટ કંપનીએ પોતાની ભુલ સ્વિકારી લીધી હતી અને આખરે સાત મહિનાની લડત બાદ ગાંધીનગરના મોબાઇલના વેપારીને ન્યાય મળ્યો હતો.

આ અંગે મળતી વિગતો પ્રમાણે, સે-૨૨માં રૃદ્ર મોબાઇલ નામની દૂકાનના માલિક કાર્તિક સાકળચંદ પટેલ ધંધા અર્થે પેટીએમનો ઉપયોગ કરે છે. વેપાર ધંધાનું ટ્રાન્જેક્શન આ પેટીએમન પોસ્ટપેઇડ એકાઉન્ટમાંથી કરવામાં આવે છે ત્યારે આ એકાઉન્ટમાં ૬૦ હજારનું ક્રેડિટ આપવામાં આવી હતી. આમ તો કાર્તિકભાઇને ક્રેડિટની જરૃર ન હોતી પરંતુ કંપની તરફથી ઓફર આપવામાં આવી હોવાથી ભવિષ્યમાં ઉપયોગમાં આવશે તેમ માનીને તેમણે આ ઓફર એક્ટિવ કરી હતી પણ આ ૬૦ હજાર રૃપિયાનો કોઇ ઉપયોગ કર્યો ન હતો કે કોઇ ઉપાડ પણ કર્યો ન હતો પરંતુ થોડા દિવસો બાદ વેપારીને પેટીએમ તરફથી લેટર મોકલીને ૬૦ હજાર રૃપિયા વપરાયા હોવાનું જણાવીને તે જમા કરાવવા માટે સુચવવામાં આવ્યું હતું. વેપારીને કોઇ ઓટીપી આવ્યો ન હતો કે તેનો ૬૦ હજારનો ઉપયોગ પણ કર્યોન હતો તેમ છતા તેની વ્યાજ સાથેની ઉઘરાણી કંપની દ્વારા શરૃ કરી દેવામાં આવી હતી જેનાથી માનસિક હેરાનગતીની સાથે બેંકનો સિબલીંગ સ્કોર પણ ડાઉન થવાને કારણે કાર્તિકભાઇએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી. આ સાથે કેન્દ્ર સરકારના સીપીજીઆરએએમ વિભાગમાં ઓનલાઇન ફરિયાદ નોંધાવી હતી જેના પગલે પેમેન્ટ કંપનીએ આખરે પોતાની ભુલ સ્વિકારી હતી અને લેખિતમાં હવે કોઇ પણ પ્રકારની ઉઘરાણી નહીં કરાય તેવી લેખિતમાં ખાતરી આપી હતી. આખરે સાત મહિનાની લડત બાદ આ યુવા વેપારીને ન્યાય મળ્યો હતો.


Google NewsGoogle News