૧૦૮ મારફતે એર એમ્બ્યુલન્સમાં દર્દીને મુંબઈ શિફ્ટ કરાયા
ગુજસેલની એર એમ્બ્યુલન્સમાં દર્દીને મુંબઈ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા
વડોદરા,વડોદરામાં સર્વ પ્રથમ વખત ૧૦૮ સેવા મારફતે એર એમ્બ્યુલન્સ એક મહિલા દર્દીને વધુ સારવાર માટે મુંબઈ લઈ ગઈ હતી.
એલેમ્બિક રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલમાં રૃપાબેન ભરતભાઈ પટેલને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. રૃપાબેનને ઘરે પડી જવાના કારણે કમરથી નીચેના ભાગમાં તથા બંને પગમાં ખૂબ જ દુખાવો થતો હતો. તેમજ અશક્તિ અનુભવતા હતા. તેઓને વધુ સારવાર માટે મુંબઇ શિફ્ટ થવાનું હતું. તેઓ હાઇવેથી જાય તો વધુ સમય જાય તેમ હતું. વહેલા મુંબઇ જવા માટે એર એમ્બ્યુલન્સની જરૃરિયાત હતી. જે અંગે તેમણે ૧૦૮ માં એર એમ્બ્યુલન્સ માટે રજૂઆત કરી હતી.
આજે સવારે સાડા દશ વાગ્યે એર એમ્બ્યુલન્સ વડોદરા એરપોર્ટ ખાતે આવી હતી. ખાનગી હોસ્પિટલમાંથી દર્દીને ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સવસ એરપોર્ટ લઈ આવી હતી અને એર એમ્બ્યુલન્સ દ્વારા રૃપાબેનને વધુ સારવાર માટે મુંબઈ ખાતે લઈ જવામાં આવ્યા હતા.