Get The App

દર્દીએ બીમારીથી કંટાળીને પાંચમા માળેથી નીચે ભૂસકો માર્યો

દર્દીની પત્નીએ પતિનો મૃતદેહ ઓળખી બતાવ્યો

Updated: Jan 22nd, 2024


Google NewsGoogle News
દર્દીએ બીમારીથી કંટાળીને  પાંચમા માળેથી નીચે ભૂસકો માર્યો 1 - image

 વડોદરા,બીમારીથી કંટાળીને ૪૫ વર્ષના દર્દીએ સયાજી હોસ્પિટલના પાંચમા માળેથી નીચે ભૂસકો મારી જીવન ટૂંકાવી દીધું હતું. જે અંગે રાવપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદના સરસપુર ખાતે જૂની ચાલીમાં રહેતા ૪૫ વર્ષના રાજેશ દેવીસીંગ મહાવરે ભીમનાથ બ્રિજ  પાસે રહેતી મીના નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. સંતાનમાં એક દીકરી અને દીકરો છે. રાજેશ હાલમાં પિયર નજીક ભાડાના મકાનમાં રહેતો  હતો. કલર કામની છૂટક મજૂરી કરતા રાજેશને કમળો થયો હતો. તેની તબિયત વધારે બગડતા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં  પાંચ દિવસ પહેલા દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ, બીમારીના કારણે તે કંટાળી  ગયો હતો. ગઇકાલે રાતે પેટનો અસહ્ય દુખાવો ઉપડતા તે બાથરૃમ જવાના બહાને વોર્ડમાંથી બહાર નીકળ્યો હતો.  પાંચમા માળેથી નીચે કૂદી તેણે જીવન ટૂંકાવી દીધું હતું. આ તરફ તેની પત્ની આખી રાત પતિને શોધતી હતી.  દરમિયાન સવારે સયાજી હોસ્પિટલના સ્ટાફને બોડી મળતા તેમણે રાવપુરા પોલીસને જાણ કરી હતી.રાવપુરા પોલીસ સ્ટેશનના યાસિનભાઇએ તપાસ શરૃ કરી હતી. દરમિયાન મીનાબેને પતિને ઓળખી બતાવ્યા હતા. 


Google NewsGoogle News