ખાનગી ફાઈનાન્સ પેઢીના માલિકનું યુવતી પર દુષ્કર્મ, લગ્નની લાલચ આપી સાત લાખ રૂપિયા પડાવ્યા
image : Freepik
Rape Case in Vadodara : ખાનગી ફાઈનાન્સ પેઢીના માલિકે યુવતીને લગ્નની લાલચ આપી તેનાં પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. માલિકે યુવતી પાસેથી સાત લાખ જેટલી રકમ પણ પડાવી હતી.
વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં પીડિતાએ બોસ જય સંજીવ ઠક્કર (રહે. દેવાશીષ ડુપ્લેક્ષ, વાઘોડિયા) સામે લગ્નની લાલચે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવી છે. પીડિતાએ જણાવ્યું કે, હું જય સંજીવ ઠક્કરને 1 વર્ષ, 1 મહિનાથી ઓળખું છું. પહેલા ફાઇનાન્સ ફિલ્ડની હોવાથી અમે સંપર્કમાં આવ્યા હતા. જેથી અમે લોનના કેસની લેવડ-દેવડ કરતા હતા. મેં નોકરી છોડી ત્યારે તેણે મને રહેવા-જમવાના ખર્ચ સાથે નોકરી રાખી હતી. તેઓ મારા બોસ હતા. તેવામાં ઓફીસમાંથી એક વ્યક્તિએ મારી સમક્ષ પ્રેમ પ્રસ્તાવ મુક્યો હતો. જે તેને પસંદ ન આવતા તેને મારીને કાઢી મુકવામાં આવ્યો હતો. તેને હું સર કહેતી, તેમને પિતા તુલ્ય ગણતી હતી, તેમના મેસેજને હું મસ્તી-મજાકમાં ઉડાવી દેતી હતી. મેં તો ત્યાં સુધી કહ્યું હતું કે, મારૂ લગ્ન થાય તો તમે મારૂ કન્યાદાન કરજો. તે પણ મને તે રીતે વર્તતો હતો. કહેતો તે મારી દિકરી જેવી છે. હું તેને આગળ લઇ જવા માંગું છું.
ગત નવેમ્બર માસમાં બિઝનેસ ટ્રીપ પર રાજસ્થાન-ઉદેપુર લઇ ગયા હતા. ત્યાં જઇને કહ્યું કે માત્ર બે જ રૂમ મળી શકે તેમ છે. બાદમાં તેમણે મને ખુણામાં લઇન જઇને કહ્યું કે મારી સાથે એડજેસ્ટ કરી લે. મને એટલો વિશ્વાસ હતો કે તે વ્યક્તિ મારી જોડે ખરાબ ન કરી શકે. તે રાત્રે તે નશામાં હતા અને ત્યાં મારી સાથે દુષ્કર્મ કર્યું હતું. બીજા દિવસે તે ઘટનાને લઇને તેઓ માફી માંગવા લાગ્યા હતા. અને કહ્યું હતું કે, હું તને પસંદ કરું છું. બાદમાં વાતો ચાલતી રહી હતી. બાદમાં અમે અંકલેશ્વર, ભરૂચ, દિલ્હી, રાજસ્થાન કામે જતા હતા. તેણે લગ્નની લાલચે દુષ્કર્મ આચર્યું હતું. પાછળથી મને ખબર પડી કે તેઓ પરિણીત છે, અને તેને સંતાન પણ છે. તે મારી જોડે લગ્નની વાતો કરતા હતા. અને ક્યારે સાથ નહી છોડું તેવું જ કહેતા હતા. આ વાતની જાણ થતા જ અમારા વચ્ચે ખટપટ શરૂ થઇ ગઇ હતી.
તેણે મને કોઇ સપોર્ટ નથી કરતું, બિઝનેસમાં લોસ થયો છે, તેવી વાતો કરતા મેં રૂ.7 લાખની મદદ કરી હતી. ગોલ્ડ લોન તથા કેશ રૂપીયા આપ્યા છે. જ્યારથી મેં લગ્નની વાતો કરી, ત્યારથી અમારી વચ્ચે ખટરાગ શરૂ થઇ ગયો હતો. મને 5, જુલાઇએ તેણે મારી હતી. જેથી હું ફરિયાદ આપવા આવી હતી. જો કે, મારી જોડે સારો વ્યવહાર થયો ન હતો. ત્યારે તેણે એક મહિનામાં પૈસાની ચૂકવણી કરવા જણાવ્યું હતું. પરંતુ હવે તે આપવાની ના પાડે છે.