Get The App

મ્યુનિ.કોર્પોરેશનની મેરેથોનનું આયોજન હાલમાં રદ કરાયું

ઘણા કાર્યક્રમો એક સાથે ભેગા થઇ જતા મેરેથોન માટે સમય ગોઠવાતો નથી

Updated: Dec 12th, 2023

GS TEAM


Google News
Google News
મ્યુનિ.કોર્પોરેશનની મેરેથોનનું આયોજન હાલમાં રદ કરાયું 1 - image

વડોદરા,વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૂર્ય નમસ્કાર સ્પર્ધા સાથે મેરેથોનનું પણ આયોજન કર્યું હતું, પરંતુ મેરેથોનનું આયોજન હાલ રદ કરવામાં આવ્યું છે.

વિકસિત ભારત સંકલ્પ યાત્રા સહિતના ઘણા કાર્યક્રમો એકસાથે ભેગા થઇ જતાં મેરેથોન યોજવા માટેનો સમય એડજસ્ટ કરવામાં અનુકૂળતા નહીં હોવાથી આ કાર્યક્રમ હાલ રદ કરાયો છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ૨૦મા વર્ષની ઉજવણી નિમિત્તે આ કાર્યક્રમ થવાનો હતો. 

તાજેતરમાં સ્થાયી સમિતિમાં આની ખર્ચને લગતી દરખાસ્ત મંજૂર કરાઇ હતી. જો કે તા.૧૯થી સૂર્ય નમસ્કાર સ્પર્ધા શરૃ થશે. ગુજરાતમાં આ વર્ષે યોગને પ્રોત્સાહન આપવા માટે અને લોકો યોગની મહત્તા સમજે તે હેતુથી સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજવામાં આવી રહી છે. આ સ્પર્ધા વિવિધ કેટેગરી અને વય પ્રમાણે યોજાશે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઓનલાઇન ફોર્મ ભરાઇ રહ્યા છે. 

Tags :