વડોદરા શહેરમાં સતત ત્રીજા દિવસે ખાણીપીણીની લારી ગલ્લાના દબાણો હટાવવાની કામગીરી જારી

Updated: Sep 4th, 2023


Google NewsGoogle News
વડોદરા શહેરમાં સતત ત્રીજા દિવસે ખાણીપીણીની લારી ગલ્લાના દબાણો હટાવવાની કામગીરી જારી 1 - image

વડોદરા,તા.4 સપ્ટેમ્બર 2023,સોમવાર

વડોદરા શહેરભરમાં ચારે બાજુએ હંગામી દબાણો ખાણીપીણીની લારીઓ, ગલ્લાઓ ફૂટી નીકળ્યા છે ત્યારે વડોદરાના ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ ચારેય ઝોનમાં પાલિકાની દબાણ શાખાએ દબાણ હટાવો ઝુંબેશ રાત્રિના સમય દરમિયાન નાઈટ ડ્રાઇવ શરૂ કરી છે ત્યારે ગઇ રાત્રે સતત ત્રીજી રાત્રે લારી ગલ્લા સહિતના ગેરકાયદે દબાણો તથા શેડ અને દુકાનદારો દ્વારા ગ્રાહકો માટે રોડ પર ગોઠવાયેલા ટેબલ ખુરશીઓ મળીને પાંચ ટ્રક, બે ટ્રેક્ટરની ટ્રોલી સહિત ચાર નાના ટેમ્પા ભરીને હંગામી દબાણોનો માલ સામાન કબ્જે કર્યો હતો. જ્યારે સોસાયટીના લાઈન દોરીમાં આવતા સાઈન બોર્ડ પણ કાઢી લેવાતા ભારે હોબાળો મચ્યો હતો. પરંતુ અધિકારીઓની સમજાવટથી મામલો થાળે પડ્યો હતો આ કાર્યવાહીમાં પાલિકાના મ્યુ. કમિ. તથા અન્ય અધિકારીઓ સહિત અંદાજિત 35-40 માણસોનો કાફલો આ કાર્યવાહીમાં જોડાયો હતો. સમી સાંજથી શરૂ થયેલી કાર્યવાહી રાત્રે 11 વાગ્યા સુધી ચાલી હતી. 

મહાનગરપાલિકાના સૂત્રોએ જણાવેલી વિગત એવી છે કે ગયા શુક્રવારથી શહેરમાં મ્યુ. કમિ.ના આદેશથી અને તેમના નેજા હેઠળ દબાણ શાખાની શહેરના ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ એમ ચારેય ઝોનમાં મળીને રોડ રસ્તા પર ખાણી પીણી સહિત રાત્રી દરમિયાન થતા હંગામી દબાણો ટેબલ ખુરશીઓ નાખીને વેપાર ધંધો કરનારા દુકાનદારોના હંગામી દબાણો કેબલ ખુરશી સહિતના હંગામી દબાણો કબજે લેવાની કાર્યવાહીમાં પાલિકાની દબાણ શાખાની ટીમ જોતરાઈ હતી. જેમાં મ્યુ. કમિ. પાલિકાના ચારેય ઝોનના અધિકારીઓ તથા દબાણ શાખાની ટીમના કર્મચારીઓ તથા વોર્ડ નં.14 ના આસિ.મ્યુ. કમિ. ફતાભાઇ બારીયા, ટીડીઓ સર્વેયર પ્રજાપતિ વોડ બોય શાખાનો કાફલો લાઈન દોરીમાં કપાતમાં જતા સોસાયટીના બોર્ડ વૃંદાવન ચાર રસ્તાથી વાઘોડિયા બાયપાસના બંને બાજુના રસ્તા પરના હંગામી દબાણો સરદાર એસ્ટેટ થી માણેકબાગ સર્કલ અને સરદાર એસ્ટેટ થી ખોડીયાર નગર થઈને માણેકપાર્ક સુધીના બંને સાઈડના દબાણો તથા સોસાયટીના બોર્ડ તથા ટેબલ ખુરશીઓ અને શેર તંબુ તોડી નાખીને પાંચ ટ્રક જેટલો માલ સામાન બે ટ્રેક્ટરની ટ્રોલી તથા ચાર નાના ટેમ્પા ભરીને માલ સામાન કબજે લીધો હતો. સમી સાંજે 7 વાગ્યાના સુમારેથી દબાણ શાખાની કાર્યવાહી મોડી રાત્રે 11 વાગ્યા સુધી ચાલી હતી.


Google NewsGoogle News