Get The App

વડોદરા જિલ્લામાં મતદારોની સંખ્યા ૨૬ લાખને પાર

મતદાર જાગૃતિ કેમ્પ જેવી પ્રવૃત્તિઓના કારણે રેશિયોમાં વધારો થયો

Updated: Jan 5th, 2024


Google NewsGoogle News
વડોદરા જિલ્લામાં મતદારોની સંખ્યા ૨૬ લાખને  પાર 1 - image

 વડોદરા,વડોદરા જિલ્લાની નવી તૈયાર થયેલી મતદાર યાદીમાં કુલ મતદારોની સંખ્યા વધીને ૨૬ લાખ ઉપરાંત થઇ  ગઇ છે. જેમાં પુરૃષ મતદારો કરતા મહિલા મતદારોનો રેશિયો વધારે છે.

લોકસભાની ચૂંટણી પહેલા આખરી મતદાર યાદી  પ્રસિદ્ધ થઇ છે. જેમાં વડોદરા જિલ્લામાં પુરૃષ મતદારોની સંખ્યા ૧૩,૩૯,૫૮૦ અને મહિલા મતદારોની સંખ્યા ૧૨,૮૪,૫૮૩ નોંધાઇ છે. જ્યારે અન્ય ૨૪૨ મતદારો મળી કુલ મતદારોની સંખ્યા ૨૬,૨૪,૪૦૫ થઇ છે. તા. ૨૭ - ૧૦ -૨૦૨૩ ના ડ્રાફ્ટ રોલમાં જેન્ડર રેશિયો ૯૫૭ હતો. જે વધીને ૯૫૯ સુધી  પહોંચી ગયો છે. વર્ષ ૨૦૧૮ - ૨૦૧૯ વર્ષમાં નવા મતદારોની સંખ્યા ૨૧,૯૭૮ હતી. ફાઇનલ મતદાર યાદીમાં તે વધીને ૪૮,૮૯૨ થઇ ગઇ છે. પુરૃષ મતદારોનો રેશિયો ૬૬.૫૫ તથા મહિલા મતદારોનો રેશિયો ૬૯.૩૭ નોંધાયો છે. શૈક્ષણિક સંસ્થાઓમાં થયેલી મતદાર જાગૃતિ, નોંધણી કેમ્પ જેવી પ્રવૃત્તિઓના કારણે એક મહિનાના ગાળામાં ૨૭,૦૯૪ નવા મતદારોની નોંધણી થઇ છે.


Google NewsGoogle News