કોર્પોરેશનમાં સાત સમિતિની સભ્ય સંખ્યા ઘટી : નવી ત્રણની નાણાકીય સત્તા નક્કી

Updated: Jul 25th, 2024


Google NewsGoogle News
કોર્પોરેશનમાં સાત સમિતિની સભ્ય સંખ્યા ઘટી : નવી ત્રણની નાણાકીય સત્તા નક્કી 1 - image


સ્ટેન્ડિંગ કમિટીમાં નવી ત્રણ સમિતિઓને મંજૂરી

હવે સામાન્ય સભાની મંજૂરી મળતાની સાથે ઓગસ્ટ મહિનામાં દસ સમિતિઓના હોદ્દેદારો પદગ્રહણ કરી શકશે

ગાંધીનગર : ગાંધીનગર મહાનગરપાલિકાની આજે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં અલગ અલગ ૧૫ દરખાસ્તોની સાથે નવી ત્રણ સમિતિઓની દરખાસ્ત પણ મંજૂરી કરવામાં આવી હતી અને તેની સાથે અગાઉ જાહેર કરાયેલી સાત સમિતિઓની સભ્ય સંખ્યા ઘટાડીને પાંચ કરવામાં આવી છે. હવે સામાન્ય સભાની મંજૂરી મળતાની સાથે ઓગસ્ટ મહિનામાં સમિતિઓના હોદ્દેદારો પદગ્રહણ કરી શકશે.

ગાંધીનગર કોર્પોરેશનની સામાન્ય સભામાં અગાઉ સાત સમિતિની રચનાની પ્રક્રિયા હાથ ધરીને  મંજૂરી આપવામાં આવી હતી જયારે આ મામલે  સરકારને મંજૂરી માટે દરખાસ્ત કરવામાં આવી  હતી. ભાજપ દ્વારા સાત ઉપરાંત વધુ ત્રણ સમિતિ સાથે કુલ દસ સમિતિ માટે ચેરમેન સહિતના હોદેદારો અને સભ્યોની યાદી જાહેર કરવામાં આવી હતી.  જયારે આ નવી ત્રણ સમિતિની રચનાની પ્રક્રિયા માટે દરખાસ્ત આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરી દેવામાં આવી છે. આ અંગે ચેરમેન ગૌરાંગ વ્યાસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અગાઉની સાત સમિતિમાં સભ્યોની સંખ્યા સાત રાખવામાં આવી હતી જયારે આ સભ્યોની સંખ્યા  ઘટાડીને પાંચ કરવામાં આવી છે. આ ઉપરાંત નવી ત્રણ સમિતિની રચના અને  નાણાકીય સત્તા આપવાના મામલે  નિર્ણય કરવામાં  આવ્યો છે. આગામી દિવસોમાં આ મુદ્દો  સામાન્ય સભામાં  રજૂ કરવામાં આવશે જયારે  સામાન્ય સભાની મંજૂરીના અંતે  સરકારમાં મોકલવામાં આવશે. સમિતિઓ દ્વારા લેવાયેલા  નિર્ણય  મંજૂરી માટે સ્ટેન્ડિંગ કમિટીને રજુ કરવાનો રહેશે . સરકારે સમિતિ મામલે કોર્પોરેશનને સત્તા આપી છે  કોર્પોરેશન દ્વારા સાત સમિતિને અનુલક્ષી સરકારને દરખાસ્ત સુપ્રત કરી  હતી. જયારે  શહેરી વિકાસ વિભાગે  સમિતિઓની રચના કરવાની સત્તા કોર્પોરેશનને હોવાનું પત્રના માધ્યમથી જણાવ્યું હતું .સામાન્ય સભામાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવશે .જેના અંતે આ દસ સમિતિઓની રચનાના મામલો  સરકાર સમક્ષ રજુ કરવામાં કરવામાં આવશે. જેથી હવે આગામી ઓગસ્ટ મહિનામાં સમિતિઓના હોદ્દેદારો પદગ્રહણ કરી શકશે.

 


Google NewsGoogle News