અપહૃત તરૃણીનું નામ, સરનામુ પોલીસે જાહેર કરી દીધા
ગરીબ અને શ્રમજીવી પરિવારની તરૃણી મજૂરી કામ માટે લાલકોર્ટ ગઇ હતી
વડોદરા,સગીર વયની તરૃણી ગૂમ થવાના કેસમાં રાવપુરા પોલીસે અપહરણનો કેસ નોંધી તેનું નામ અને સરનામું જાહેર કરી દીધું છે.
દાહોદ જિલ્લાના એક ગામમાં રહેતો શ્રમજીવી પરિવાર ગાજરાવાડી વિસ્તારમાં હાલમાં રહે છે. ગત તા.૧૬મી ઓક્ટોબરે પરિવારના ભાઇ બહેનો મજૂરી કામ માટે જૂની લાલકોર્ટના ગેટ પાસે ઉભા હતા. તે દરમિયાન મોટી બહેનને કામ મળતા તે જતી રહી હતી. સાંજે બધા ઘરે પરત આવ્યા હતા.પરંતુ, ૧૭ વર્ષની તરૃણી ઘરે આવી નહતી. તપાસ કરતા તે મળી આવી નહતી. વતનમાં પણ તપાસ કરતા તે મળી આવી નહતી. જેથી, આ અંગે ૧૭ વર્ષની તરૃણીના મોટા ભાઇએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, આ પ્રકારની એફ.આઇ.આર. ઓનલાઇન ઓપન થતી નથી. પરંતુ, આ કેસમાં પોલીસની ભૂલના કારણે એફ.આઇ.આર. ઓનલાઇન ઓપન થાય છે.