Get The App

મહિલા પોતાની ૭ વર્ષની બાળકીને માર મારી ઘરમાં પૂરી દેતી

પતિએ પત્ની અને પત્નીના બોસ સામે ફરિયાદ નોંધાવી

Updated: Mar 16th, 2024


Google NewsGoogle News
મહિલા પોતાની ૭ વર્ષની બાળકીને માર મારી ઘરમાં પૂરી દેતી 1 - image

 વડોદરા,પુત્રીને માર મારી ઘરમાં પૂરી દઇ બોસ  સાથે રહેતી પત્ની સામે પતિએ કપુરાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વાઘોડિયા રોડ પર રહેતો યુવાન ખાનગી હોસ્પિટલમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. કપુરાઇ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારી  પત્ની એક મોલમાં નોકરી કરે છે. મારી પત્નીને તેના માલિક સાથે મિત્રતા હતી. હું જ્યારે ઘરે ના હોઉં ત્યારે બોસ મારા ઘરે મારી  પત્નીને મળવા માટે આવતો હતો. મારી પત્ની અને તેનો મિત્ર મોબાઇલ પર  પણ વાતચીત કરતા હતા. જેના કારણે અમારા વચ્ચે ઝઘડા થતા હતા. ગત ૪ થી તારીખે હું નોકરી પર હતો. ત્યારે બોસ મારી પત્નીને મળવા માટે ઘરે આવ્યો હતો. તેઓએ મારી ૭ વર્ષની દીકરીને  માર મારી ઘરમાં પુરી દરવાજો બંધ કરી દીધો હતો. કપુરાઇ  પોલીસે આ અંગે ગુનો દાખલ કરી ડ્રાઇવરની પત્ની અને પત્નીના બોસ  સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News