Get The App

સગાઇનો ઇનકાર કરનાર યુવતીને સોશ્યલ મીડિયા પર હેરાન કરી મૂકી,ડેટિંગ સાઇટ પર મોબાઇલ નંબર મૂક્યો

Updated: Jan 1st, 2024


Google NewsGoogle News
સગાઇનો ઇનકાર કરનાર યુવતીને સોશ્યલ મીડિયા પર હેરાન કરી મૂકી,ડેટિંગ સાઇટ પર મોબાઇલ નંબર મૂક્યો 1 - image

 વડોદરાઃ  વડોદરામાં રહેતી એક યુવતીએ સગાઇનો ઇનકાર કરતાં તેને સોશ્યલ મીડિયા પર હેરાનગરતિકરવામાં આવી રહી છે.જેથી કંટાળેલી યુવતી એન ેતના પરિવારજનોએ વડોદરા સાયબર સેલની મદદ લેતાં પોલીસે ગુનો નોંધ્યો છે.

યુવતીએ પોલીસને કહ્યું છે કે,દસ મહિના પહેલાં મારે એક યુવક સાથે લગ્નની વાતચીત થઇ હતી.પરંતુ થોડો સમય સબંધ રહ્યા બાદ તેનો સ્વભાવ તેમજ નોકરી વિશે ખોટી માહિતી આપી હોવાની જાણ થતાં મેં મારા માતા-પિતાને જાણ કરી સગાઇનો ઇનકાર કર્યો હતો.

ઉપરોક્ત  બનાવ બાદ ગઇ તા.૨૨મી મેથી મને વોટ્સએપ,ઇન્સ્ટ્રાગ્રામ,સ્નેપચેટ, ટેલિગ્રામ જેવા માધ્યમથી અજાણી વ્યક્તિ દ્વારા મેસેજો મોકલવામાં આવી રહ્યા છે.મેં ફ્રેન્ડ રિક્વેસ્ટ નહિં સ્વીકારતાં મને ઇન્ટરનેશનલ કોલ્સ પરથી પણ ફોન આવતા હતા.પરંતુ તેનો પણ મેં કોઇ જવાબ આપ્યો નથી.મેં જે યુવકને સગાઇની ના પાડી હતી તેણે મારા કઝીન પાસે પણ મારા લોકેશન અને દિનચર્યા વિશે માહિતી માંગી હતી.પરંતુ તેણે આપી નહતી.

યુવતીએ કહ્યું છે કે,મારા નામના ફેક એકાઉન્ટ પણ બનાવી ચેટિંગ કરવાના પણ બનાવ બન્યા હતા.જે એકાઉન્ટ મેં બ્લોક કરાવ્યા હતા.ગઇ તા.૪થી નવેમ્બરે ટેલિગ્રામ પર ગુરપ્રીત નામના આઇડી પરથી  મને સ્ક્રીન શોટ મળ્યો હતો.જેમાં મારો મોબાઇલ નંબર ડેટિંગ સાઇટ પર મૂકવામાં આવ્યો હોવાનું જણાઇ આવ્યું હતું.ત્યારબાદ મને અને મારા પરિવારને અનેક કોલ્સ મળતા હતા.જેથી કંટાળીને સાયબર સેલમાં ફરિયાદ કરી હતી.પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News