ભાજપના વોર્ડ - ૧૫ ના પ્રમુખનો ગૂમ થયેલો પુત્ર નારેશ્વરથી મળ્યો

૧૯ મી તારીખે ઓફિસેથી નીકળ્યા પછી ઘરે નહીં પહોંચતા પોલીસને જાણ કરવામાં આવી હતી

Updated: Apr 21st, 2024


Google NewsGoogle News

 ભાજપના વોર્ડ - ૧૫ ના પ્રમુખનો ગૂમ થયેલો પુત્ર નારેશ્વરથી મળ્યો 1 - imageવડોદરા,વાઘોડિયા રોડ પર રહેતા ભાજપના વોર્ડ - ૧૫ ના પ્રમુખનો ૨૮ વર્ષનો  પુત્ર ગત બે દિવસ પહેલા રહસ્યમય સંજોગોમાં ગૂમ થઇ ગયો હતો. જે આજે નારેશ્વરથી મળી આવતા પરિવારે હાશકારો અનુભવ્યો હતો.

શહેરના વાઘોડિયા રોડ પૂનમ કોમ્પલેક્સ  પાસે સાંઇ વિહાર સોસાયટીમાં રહેતા અમિતભાઇ વ્યાસ વોર્ડ - ૧૫ ના ભાજપના  પ્રમુખ છે. ન્યૂ વી.આઇ.પી.રોડ ખોડિયાર નગર  પાસે અર્થ આઇકોનમાં તેમની ઓફિસ છે. અમિત વ્યાસ અને તેમનો ૨૮ વર્ષનો પુત્ર હર્ષ કેમિકલનો ધંધો કરતા હતા.  ગત ૧૯મી તારીખે  સાંજે ઓફિસેથી નીકળીને તે ઘરે જવા નીકળ્યો હતો. પરંતુ, ઘરે નહીં પહોંચતા  પરિવારજનોએ તેની શોધખોળ શરૃ કરી હતી. તેનો કોઇ સંપર્ક નહીં થતા અમિતભાઇએ વારસિયા પોલીસને જાણ કરી હતી. વારસિયા પોલીસે હર્ષની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન આજે બપોરે હર્ષેે તેના ભાઇને કોલ કરીને કહ્યું કે, હું નારેશ્વર છું. મને લેવા આવી જાવ. જેથી, પરિવાર નારેશ્વર દોડી  ગયો હતો અને હર્ષને લઇને પરત વડોદરા આવ્યા હતા. વારસિયા પોલીસે તેનું વિગતવારનું નિવેદન લેવાનું શરૃ કર્યુ છે. પંરતુ, હજી સુધી એ વાત જાણી શકાઇ નથી કે, હર્ષે કયા કારણસર ઘર છોડયું હતું.


Google NewsGoogle News