સ્કૂલ બસમાંથી શાળાના ગેટ પાસે ઉતર્યા પછી સગીર બાળા ગુમ થઇ

Updated: Sep 14th, 2024


Google NewsGoogle News
સ્કૂલ બસમાંથી શાળાના ગેટ પાસે ઉતર્યા પછી સગીર બાળા ગુમ થઇ 1 - image


વાલીઓ માટે લાલબતી સમાન કિસ્સો

બપોરે દિકરી ઘરે નહીં આવતાં તપાસ કરી તો દિકરી શાળામાં પહોંચી જ નહીં હોવાનું ખુલ્યું ઃ અજાણ્યા શખ્સ સામે ફરિયાદ

ગાંધીનગર :  માતા-પિતાએ પોતાની હાજરીમાં જ સ્કૂલ બસમાં બેસાડયા પછી અને સ્કૂલ બસમાંથી શાળાના ગેટ પાસે ઉતર્યાં પછી સગીર બાળા ગુમ થઇ ગયાનો કિસ્સો બન્યો છે. જેમાં સગીર બાળાના પિતા દ્વારા કોઇ અજાણ્યો શખ્સ તેની દિકરીને લલચાવી ફોસલાવીને લઇ ગયાની ફરિયાદ શહેર પોલીસ સમક્ષ નોંધાવવામાં આવી છે. પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને ગુમ થયેલી બાળાને શોધવા તપાસનો ધમધમાટ શરૃ કરાયો છે.

નવા સેક્ટર વિસ્તારમાં રહેતા અને અમદાવાદમાં નોકરી કરતાં પ્રોઢે આ બનાવ સંબંધમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે, કે તારીખ ૧૩મીએ સવારે તેમના પત્નીને સાથે લઇને દિકરીને સ્કૂલ બસના સ્ટોપ પર મુકવા ગયા હતાં. તેને બસમાં બેસાડયા બાદ તેઓ કામ પર ગયા હતાં. દરમિયાન શાળા છુટયા બાદ નિયત સમયે દિકરી ઘરે નહીં પહોંચતા આ મુદ્દે પત્નીએ ફોન કરીને જાણ કરી હતી. ફરિયાદીએ તુરંત સ્કૂલ બસના ર્ડાઇવરને ફોન કરીને પુછયુ ત્યારે તેણે સગીર બાળાને સ્કૂલના દરવાજા પાસે સવારે ૭.૨૦ મિનીટે ઉતારી દીધાનો જવાબ આપ્યો હતો. જેના પગલે સ્કૂલમાં ફોન કરીને પૂછતાં બાળા સ્કૂલમાં આવી જ નહીં હોવાનું જણાવાયુ હતું. દિકરી ગુમ થઇ જવાથી વિહવળ બનેલા માતા-પિતાએ સાપાસના વિસ્તારમાં અને બાદમાં સગા સબંધિઓને ત્યાં પણ તપાસ કર્યા બાદ આખરે પોલીસનું શરણુ લીધુ હતું.


Google NewsGoogle News