Get The App

SBI,BOB,AXIS બેન્કોમાં AC આઉટડોર યુનિટોની ચોરી કરનાર ગેંગનો સૂત્રધાર પકડાયો

Updated: Mar 23rd, 2024


Google NewsGoogle News
SBI,BOB,AXIS બેન્કોમાં AC આઉટડોર યુનિટોની ચોરી કરનાર ગેંગનો સૂત્રધાર પકડાયો 1 - image

વડોદરાઃ શહેરની જુદીજુદી બેન્કોના એરકન્ડિશનના આઉટડોર યુનિટની થ્રી વ્હીલ ટેમ્પાની ચોરી કરતી ગેંગના સૂત્રધારને પોલીસે ઝડપી પાડયો છે.

તાજેતરમાં મુજમહુડા ખાતેની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના એસીના બે આઉટડોર યુનિટની ચોરીના બનાવ બનતાં સીસીટીવી ફૂટેજને આધારે પોલીસે ટેમ્પામાં આવેલી ત્રિપુટીના બે સાગરીતો અરબાઝખાન અને ગોપાલ પરમારને ઝડપી પાડયા હતા.

બંનેની પૂછપરછ દરમિયાન રવિ અગ્રવાલનું નામ ખૂલતાં પોલીસે તેના પર વોચ રાખી દિનેશમીલ રોડ પરથી ઝડપી પાડયો હતો.રવિની પૂછપરછ દરમિયાન તેણે મુજમહુડાની સ્ટેટ બેન્કના બે આઉટડોર યુનિટ ચોર્યાની કબૂલાત કરી હતી.

વધુ તપાસ દરમિયાન રવિ અગ્રવાલ અને અરબાઝે દોઢ મહિના પહેલાં પણ દિવાળીપુરાની સ્ટેટ બેન્ક,કારેલીબાગ જીવન ભારતી વિસ્તારની બેન્ક ઓફ બરોડા અને સયાજી હોસ્પિટલની એક્સિસ બેન્કમાંથી એસીના બબ્બે આઉટડોર યુનિટની ચોરી કર્યાની કબૂલાત કરી હતી.


Google NewsGoogle News