Get The App

ગોધરા પાસે ગોડાઉનમાંથી 25 લાખનો દારૃ પકડાવાના કેસનો સૂત્રધાર વડોદરાની હોટલમાંથી પકડાયો

Updated: Apr 2nd, 2024


Google NewsGoogle News
ગોધરા પાસે ગોડાઉનમાંથી 25 લાખનો દારૃ પકડાવાના કેસનો સૂત્રધાર વડોદરાની હોટલમાંથી પકડાયો 1 - image

વડોદરાઃ ગોધરા-અમદાવાદ હાઇવે પાસે તાજેતરમાં દારૃના ગોડાઉનમાંથી પકડાયેલા ૨૫ લાખના દારૃના કેસનો મુખ્ય આરોપી વડોદરાની હોટલમાંથી ઝડપાયો છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે,ગઇ તા.૭મી એ ગોધરા-અમદાવાદ રોડ પર ગોધરા એલસીબીની ટીમે એક ગોડાઉનમાં દરોડો પાડતાં રૃ.૨૫ લાખ ઉપરાંતની કિંમતની દારૃની ૧૬૪૦૪ બોટલ મળી આવી હતી.જેથી પકડાયેલાઓની  પૂછપરછમાં વડોદરાના જીગ્નેશ ઉર્ફે જીગો ફતેસિંહ પરમાર (નવીનગરી, શાંતિનગર,સમા)એ દારૃ મંગાવ્યો હોવાની વિગતો ખૂલી હતી.

ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ આરજી જાડેજા અને હેતલ તુવરની ટીમને આજે ઉપરોક્ત આરોપી આજવારોડ કમલાનગર ખાતેની ડ્રીમ લેન્ડ હોટલ ખાતે હોવાની વિગતો મળતાં દરોડો પાડી તેને ઝડપી પાડયો હતો.અગાઉ ફતેગંજ અને બાપોદ પોલીસ સ્ટેશનમાં પકડાયેલા જીગાની પાસા હેઠળ પણ જેલમાં મોકલવામાં આવ્યો હતો.


Google NewsGoogle News