આજવારોડ પર દુકાનની આડમાં ચાલતું કૂટણખાનું પકડાયું,સંચાલકની ધરપકડ

Updated: Nov 6th, 2023


Google NewsGoogle News
આજવારોડ પર દુકાનની આડમાં ચાલતું કૂટણખાનું પકડાયું,સંચાલકની ધરપકડ 1 - image

વડોદરાઃ આજવારોડ પર દુકાનની આડમાં ચાલતા કૂટણખાના પર મહિલા પીઆઇ અને ટીમે દરોડો પાડી એક યુવતીને છોડાવી સંચાલકને ઝડપી પાડયો હતો.

આજવારોડ પર કૈલાસ પાર્ટી પ્લોટની સામે કાન્હા સિટીમાં દુકાન ભાડે રાખી વેપારની આડમાં પરપ્રાંતીય યુવતીઓને બોલાવી કૂટણખાનું ચલાવવામાં આવી રહ્યું હોવાની વિગતોને પગલે એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પીઆઇ ડો.ભાવના પટેલ અને ટીમે દરોડો પાડયો હતો.

પોલીસે એક યુવતીને છોડાવી હતી અને સંચાલક આજેશ ઉર્ફે કાલુ વિક્રમભાઇ પરમાર (સાંઇવિલા,જેસંગપુરા,આજવા-નિમેટા રોડ મૂળ રહે.વિન્તોજ ગામ,પંચમહાલ)ને ઝડપી પાડયો હતો.જ્યારે,તેના સાગરીત અનિલ પરમાર(બોડેલી,છોટાઉદેપુર)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.પ્રાથમિક તપાસમાં ગ્રાહક દીઠ રૃ.દોઢ થી  બે હજાર લઇ દેહવ્યાપાર કરવામાં આવતો હોવાની વિગતો ખૂલી છે.


Google NewsGoogle News