મોબાઇલ શોપના મેનેજરે ગોટાળા કરી 26 લાખની છેતરપિંડી કરી
વડોદરાઃ શહેરના અક્ષરચોક વિસ્તારમાં આવેલી મોબાઇલ શોપના મેનેજરે ગોટાળા કરી રૃ.૨૬.૮૪ લાખનો ચૂનો ચોપડયો હોવાની ફરિયાદ જે પી રોડ પોલીસ સ્ટેશને નોંધાઇ છે.
અક્ષરચોક પાસે આવેલી ફોનવાલે નામની શોપના સંચાલક જીગર પટેલે પોલીસને કહ્યું છે કે,અમારી શોપમાં ધવલ કિશોરકુમાર જોષી(સૂર્યોદય પાર્ક,ટીબી હોસ્પિટલ પાછળ,ગોત્રીરોડ)મેનેજર તરીકે કામ કરી હિસાબ,સ્ટોક મેન્ટેન,નવા સ્ટોકનો ઓર્ડર,કેશ જમા કરાવવી જેવા કામ કરે છે.
ગઇ તા.૨૨મી જાન્યુઆરીએ અમારી કંપનીની હેડઓફિસમાંથી ત્રણ ફોનના લોનની ડાઉનપેમેન્ટની રકમ જમા નહિં થઇ હોવાની જાણ કરાતાં મે ઓડિટ કરાવ્યું હતું.જે દરમિયાન મેનેજરે આવા૪૬ મોબાઇલની રકમ જમા નહિ કરાવી હોવાની તેમજ એસેસરીઝની રકમ પણ વગે કર્યાની અને બેન્કમાં રોકડ જમા નહિં કરી હોવાની વિગતો જણાઇ આવી હતી.તેણે કુલ રૃ.૨૬.૮૪ લાખની છેતરપિંડી કરતાં પોલીસે ગુનો નોંધ્યો છે.