Get The App

આઠ વર્ષથી મહિલાનું શારીરિક શોષણ કરનાર પકડાયો

મહિલા અને તેના પુત્રને જાનથી મારી નાંખવાની ધમકી આપતો હતો

Updated: Dec 14th, 2023

GS TEAM


Google News
Google News
આઠ વર્ષથી મહિલાનું શારીરિક શોષણ કરનાર પકડાયો 1 - image

વડોદરા,શહેર નજીકના એક ગામમાં રહેતા પરિણીત આધેડ દ્વારા મહિલાને જાનથી મારી નાંખવાની ધમકી આપી છેલ્લા આઠ વર્ષથી દુષ્કર્મ ગુજારવામાં આવતું હતું. જે અંગે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે.

મકરપુરા  પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી પરિણીતાને આઠ વર્ષ  પહેલા રમેશ કાનજીભાઇ સોલંકી સાથે પરિચય થયો હતો. પરિણીતાને પતિ સાથે મનદુખ થતા છૂટાછેડા લીધા હતા. પુત્ર સાથે રહેતી પરિણીતાની સાથે સંબંધ વધારી આરોપીએ પરિણીતા અને તેના  પુત્રને જાનથી મારી નાંખવાની ધમકી આપી છેલ્લા આઠ વર્ષથી શારીરિક શોષણ કર્યુ હતું. આરોપીએ પોલીસ ફરિયાદ નહી ંકરવા માટે પણ ધમકી આપી  હતી. જે અંગે પરિણીતાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આરોપી રમેશની ધરપકડ કરી છે. આરોપી પરિણીત છે અને કોન્ટ્રાક્ટમાં જોબ વર્કનું કામ કરે છે.

Tags :