રાજસ્થાનથી દારૃના નેટવર્કનો મુખ્ય સૂત્રધાર રિમાન્ડ પર
બેચ નંબર વગરનો વિદેશી દારૃ ક્યાં બનાવ્યો,તેની તપાસ
વડોદરા,રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રાજસ્થાનથી દારૃનું મોટું નેટવર્ક ચલાવનાર બિશ્નોઇ ગેંગના મુખ્ય સૂત્રધાર અશોક બિશ્નોઇના પોલીસે ચાર દિવસના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે.
બિશ્નોઇ ગેંગનો મુખ્ય આરોપી અશોક પુનમારામ
બિશ્નોઇ (રહે.સાંગડવા, તા.ચિતલવાડા, જિલ્લો સાંચોર, રાજસ્થાન) રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં
દારૃ સપ્લાય કરતો હતો.તેની દારૃ સપ્લાયની ચેન તોડવા માટે પોલીસે તેેને પકડવા માટે
ટીમ બનાવી હતી. અન્ય રાજ્યમાંથી પીસીબીની ટીમે અશોક બિશ્નોઇને ઝડપી પાડયો હતો.
પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી ૧૦
દિવસના રિમાન્ડની માંગણી કરી જણાવવામાં આવ્યું હતું કે, કબજે કરેલો દારૃની બોટલ પર બેચ નંબર નથી. દારૃ ગોધરામાં કોને આપવાનો હતો, તેની તપાસ કરવાની છે. કોલ ડિટેલ્સની તપાસ કરવાની છે. કોર્ટે આરોપીના ચાર
દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.