કલોલના યુવકને ડ્રગનો જથ્થો પૂરો પાડનાર મુખ્ય આરોપી ચિલોડા પાસેથી ઝડપાયો

Updated: Aug 10th, 2024


Google NewsGoogle News
કલોલના યુવકને ડ્રગનો જથ્થો પૂરો પાડનાર મુખ્ય આરોપી ચિલોડા પાસેથી ઝડપાયો 1 - image


સ્પેશ્યલ ઓપરેશન ગુ્રપ દ્વારા

ડ્રગ્સનો જથ્થો આપનાર સાબરકાંઠાના વડાલીમાં ગાડીઓનું લે-વેચનું કામ કરતાં શખ્સની ધરપકડ

ગાંધીનગર,કલોલ :  ગાંધીનગરના કલોલ શહેરમાં હોટલમાં દરોડો પાડીને એક પેડલરને રૃપિયા ૧૧ લાખની કિંમતના નશાકારક મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી લેવામાં આવ્યા બાદ સ્પેશ્યલ ઓપરેશન ગુ્રપ દ્વારા તપાસનો દોર આગળ ધપાવવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા પેડલરને દબોચી લેવાયાના ગણતરીના કલાકોમાં જ તેને ડ્રગ્સ સપ્લાય કરનારા આરોપી એવા સાંબરકાંઠાના વડાલી ગામે રહેતા શખ્સની ચિલોડા વિસ્તારમાંથી ઝડપી લઇને પૂછપરછ શરૃ કરાઇ છે.

એસઓજીના ઇન્સપેક્ટરના જણાવવા પ્રમાણે પોલીસ દ્વારા કલોલમાં બોરીસણા રોડ પર સાઇકૃપા બંગલોઝમાં રહેતા પેડલર ગૌરાંગ ભરતભાઇ સોલંકી નામના શખ્સને રૃપિયા ૧૧ લાખની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. આ સાથે યુવાઓની જીંદગી બરબાદ કરી દેતા ડ્રગ્સના સપ્લાયરને લઇને તેની વૈજ્ઞાાનિક ઢબે પૂછપરછ કરવામાં આવી હતી. પેડલર પાસેથી મળેલી માહિતીના પગલે ટેકનીકલ એનાલીસીસ અને હ્યુમન સોર્સની મદદ લેવાઇ હતી. જેના પગલે પગેરૃ મળતાં ગૌરાંગને ડ્રગ્સ આપનાર મુળ સાબરકાંઠાના ઇડરના સુરપુર વિસ્તારમાં સુકુન સોસાયટીના રહેવાસી અને હાલ વડાલી ગામે મેઇન બજારમાં ગાડીઓની લે-વેચનું કામ કરતાં ફઝલ મોહમ્મદ મેમણ નામના ૨૫ વર્ષના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી.ડ્રગ્સનો સપ્લાયર જ પોલીસને હાથ આવી જતાં તેને કોની પાસેથી આ નશીલો પદાર્થ મેળવ્યો હતો. તે સહિતની દિશઆમાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસ સુત્રોએ જણાવ્યું કે આગળની તપાસ માટે આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવામાં આવનાર છે.


Google NewsGoogle News