વહેલી સવારે મોબાઇલની લૂંટ ચલાવી ફરાર થયેલી ત્રિપુટીનો સૂત્રધાર પકડાયો

Updated: Nov 28th, 2023


Google NewsGoogle News
વહેલી સવારે મોબાઇલની લૂંટ ચલાવી ફરાર થયેલી ત્રિપુટીનો સૂત્રધાર પકડાયો 1 - image

વડોદરાઃ વહેલી સવારે ચાલતા જતા એક શખ્સનો મોબાઇલ લૂંટનાર ત્રિપુટીનો સૂત્રધાર પકડાઇ જતાં તેની પાસે લૂંટેલો મોબાઇલ મળી આવ્યો છે.

ન્યુ વીઆઇપી રોડ ખાતે ખોડિયારનગર નજીક પીળા વુડાના મકાનમાં રહેતો અને અગાઉ ચોરીના બનાવોમાં પકડાયેલો અજય જેસિંગભાઇ મારવાડી મોબાઇલ વેચવા માટે ફરી રહ્યો હોવાની માહિતી મળતાં પોલીસે વોચ રાખી તેને ઝડપી પાડયો હતો.

અજય પાસે પોલીસે ચોરીનો મોબાઇલ કબજે કર્યો હતો.જે બાબતે પૂછપરછ કરતાં આ મોબાઇલ તેણે બે સાગરીતો સાથે બાઇક પર નીકળ્યો હતો ત્યારે વાઘોડિયા રોડના પરિવાર ચારરસ્તા પાસેથી લૂંટી લીધો હોવાની વિગતો ખૂલી હતી.


Google NewsGoogle News