Get The App

મળસ્કે ચાર વાગ્યે યુવતીએ જાતે કપડા ફાડી નાંખી પોલીસ સાથે ઝપાઝપી કરી

યુવક અને યુવતી વચ્ચે પૈસા બાબતે જાહેરમાં મારામારી થતા પોલીસ પહોંચી હતી

Updated: Oct 7th, 2024


Google NewsGoogle News
મળસ્કે ચાર વાગ્યે યુવતીએ જાતે કપડા ફાડી નાંખી પોલીસ સાથે ઝપાઝપી કરી 1 - image

વડોદરા,રવિવારે મળસ્કે ચાર વાગ્યે દાંડિયા બજાર એચ.ડી.એફ.સી. બેન્ક પાસે જાહેરમાં એક યુગલ ઝઘડો કરતું હોવાની માહિતી મળતા રાવપુરા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. બંનેએ પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. મહિલાએ જાતે પોતાના કપડા ફાડી નાંખી બૂમાબૂમ કરતા લોકો ભેગા થઇ ગયા હતા. પોલીસ બંનેને  પકડીને રાવપુરા  પોલીસ સ્ટેશન લઇ  ગઇ હતી. બંને સામે ગુનો દાખલ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી  હાથ ધરી છે.

રાવપુરા પી.સી.આર. વાનને મળસ્કે ચાર વાગ્યે પોલીસ કંટ્રોલ રૃમ તરફથી માહિતી મળી હતી કે, દાંડિયા બજાર એચ.ડી.એફ.સી. બેન્ક પાસે એક શખ્સ મહિલાની છેડતી કરી રહ્યો છે. જેથી,  પોલીસ વાન સ્થળ પર પહોંચી ત્યારે એક યુવક અને મહિલા અંદરોઅંદર ઝઘડો કરતા ટોળું ભેગું થઇ ગયું હતું. જેથી, પોલીસનો સ્ટાફ તેઓને છોડાવવા માટે વચ્ચે પડતા યુવકે પોલીસ સાથે ઝપાઝપી શરૃ કરી  હતી. તેણે  પોલીસ જવાનની વર્ધીના બટન તોડી નાંખ્યા હતા. પોલીસ જવાનને ધક્કો મારતા તેઓ નીચે પડી ગયા હતા. મહિલાએ જાતે પોતાના કપડા ફાડી નાંખી બૂમાબૂમ શરૃ કરી હતી. જેથી,  પોલીસ સ્ટેશન કોલ કરીને મહિલા કોન્સ્ટેબલને બોલાવવામાં આવ્યા હતા.  પોલીસ સ્ટાફે જરૃરી બળ વાપરી બંનેને પોલીસ વાનમાં બેસાડયા હતા. તેઓને પોલીસ સ્ટેશન લઇ આવી  પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  પકડાયેલા આરોપીઓમાં મહંમદહુસેન અહેમદહુસેન શેખ, ઉં.વ.૨૬ ( રહે. અનસારી મહોલ્લો, નવાપુરા) તથા તેની મહિલા મિત્રનો  સમાવેશ થાય છે. પોલીસની પૂછપરછમાં તેઓએ જણાવ્યું હતું કે, અમે બંને મિત્રો છે. રાતે ફરવા નીકળ્યા હતા. તે દરમિયાન પૈસા બાબતે ઝઘડો થયો હતો. ઉલ્લેખનીય છે કે, આ ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.


Google NewsGoogle News