આર આર કાબેલમાં બીજે દિવસે પણ આઇટીની તપાસ ચાલુ રહી

ટર્ન ઓવર, સેલ્સ, પ્રોડકશન સહિત બેન્કની વિગતો મેળવી વાંધાજનક દસ્તાવેજો કબજે કર્યા

Updated: Nov 29th, 2023


Google NewsGoogle News
આર આર કાબેલમાં બીજે દિવસે પણ આઇટીની તપાસ ચાલુ રહી 1 - image

 વડોદરા,વાયર, કેબલ અને ઇલેકટ્રિકલ્સ ઉપકરણો બનાવતી વડોદરાની આર.આર. કાબેલ જૂથની કંપનીઓ પર વડોદરા સહિત દેશવ્યાપી ૪૦ સ્થળે સામૂહિક દરોડાની કામગીરી બીજા દિવસે પણ ચાલુ રહી હતી.

વડોદરા નજીક વાઘોડિયા તેમજ સેલવાસ,  બેંગ્લોર, રૃરકી અને હિમાચલ પ્રદેશમાં પાંચ સ્થળે ફેકટરીઓ ધરાવતા આર.આર. કાબેલ જૂથને ગઇકાલે આવકવેરા વિભાગ સાણસામાં લીધું હતું. જેમાં અમદાવાદ, સેલવાસ, મુંબઇ અને સુરતમાં ૪૦ સ્થળે સર્ચ ઓપરેશન ચાલુ કર્યું હતું. કંપનીના સંચાલકો ત્રિભોવનદાસ કાબરા, મહેશ કાબરા વગેરેના અલકાપુરી સ્થિત નિવાસસ્થાન, મુંબઇ સ્થિત રજિસ્ટર્ડ ઓફિસ અને વડોદરા કોર્પોરેટ ઓફિસમાં સામૂહિકપણે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. કંપનીના કર્મચારીઓની પૂછતાછ કરવા ઉપરાંત કંપનીના સેલ્સ અને પ્રોડકશનના અને રો-મટિરિયલ્સના ડેટા મેળવ્યા હતા. આઇટીના અધિકારીઓએ વાર્ષિક ટર્નઓવર, સીએસઆર ફંડ તેમજ બેન્કની વિગતો મેળવવાની સાથે સાથે વાંધાજનક દસ્તાવેજો કબજે કર્યા હતા. કંપની ઉપરાંત ડિસ્ટ્રિબ્યુટર્સ પણ આઇટીના સકંજામાં લેવાયા છે. આર.આર. કાબેલે જુદા જુદા મહોત્સવો પણ સ્પોન્સર્ડ કરવા ઉપરાંત શહેર-જિલ્લાના પોલીસ સ્ટેશનો, સરકારી બિલ્ડિંગો અને સોસાયટીઓના બોર્ડ પણ તેના નામે મૂકે છે.


Google NewsGoogle News