રામનવમીએ વડોદરા મધ્યસ્થ જેલના કેદીઓએ સુંદરકાંડ પાઠ કર્યા , જેલનું વાતાવરણ ભક્તિમય બન્યું

Updated: Apr 17th, 2024


Google NewsGoogle News
રામનવમીએ વડોદરા મધ્યસ્થ જેલના કેદીઓએ સુંદરકાંડ પાઠ કર્યા , જેલનું વાતાવરણ ભક્તિમય બન્યું 1 - image


Ramnavmi Celebration in Vadodara Jail : રામનવમીના પવિત્ર તહેવાર નિમિત્તે આજે વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સુંદરકાંડનું આયોજન કરવામાં આવેલ હતુ. 

રામના જન્મ દિવસની શુભેચ્છા અને ઉજવણીના ભાગરૂપે જેલના કેદીઓએ સુંદરકાંડ પાઠમાં શ્રધ્ધાપૂર્વક ભાગ લઈને પાઠનું મંચન કર્યુ હતું. વક્તા અને સમગ્ર ટીમ દ્વારા સુમધુર સંગીતમય રીતે સુંદરકાંડનું ગાન કરવામાં આવેલ, તેમજ જેલ રેડીયો પ્રિઝનના માધ્યમથી સમગ્ર જેલના બંદિવાનોને આ સુંદરકાંડ કાર્યક્રમ સંભળાવવા આવેલ હતો, સમગ્ર જેલમાં રામનવમી નિમિત્તે ભક્તિમય વાતાવરણ બની રહેલ હતુ.


Google NewsGoogle News