વડોદરામાં વૃદ્ધા દંપત્તિના કમ્પાઉન્ડનું ગેરકાયદે બાંધકામ વારંવાર તોડાતા બોલાચાલી-ચકમક

Updated: Jun 15th, 2024


Google NewsGoogle News
વડોદરામાં વૃદ્ધા દંપત્તિના કમ્પાઉન્ડનું ગેરકાયદે બાંધકામ વારંવાર તોડાતા બોલાચાલી-ચકમક 1 - image


Vadodara News : વડોદરાના ગોત્રી વિસ્તારની મધર સ્કૂલ પાસે આવેલી જયરત્ન સોસાયટીના કમ્પાઉન્ડમાં ગેરકાયદે થયેલા બાંધકામ તોડી પાડવા માટે પાલિકા તંત્રની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં વૃદ્ધ દંપત્તિ અને તંત્રની ટીમ સાથે રક્ષક શરૂ થઈ હતી. છતાં પણ દબાણ શાખાએ તોડફોડની કામગીરી ચાલુ રાખી હતી. જોકે આ સોસાયટીમાં અનેક મકાન ધારકોએ ગેરકાયદે દબાણ કર્યાની લેખિત ફરિયાદ વારંવાર કરી હોવાના વૃદ્ધ દંપતીએ આક્ષેપ કર્યા હતા. 

ઉલ્લેખનીય છે કે ગોત્રી મધર સ્કૂલની પાસે આવેલી જયરત્ન સોસાયટીના મકાનની કમ્પાઉન્ડ વોલમાં કેટલુંક બાંધકામ ગેરકાયદે કરવામાં આવ્યું હતું. આ ગેરકાયદે બાંધકામ પાલિકા તંત્ર દ્વારા કેટલીય વાર તોડવામાં આવ્યું છે. આ મકાનમાં રહેતા વૃદ્ધ દંપત્તિએ આક્ષેપ કર્યો હતો કે સોસાયટીના મોટાભાગના તમામ મકાનોનું કેટલુંક બાંધકામ ગેરકાયદે હોવા છતાં કોઈ ગેરકાયદે બાંધકામને તંત્ર દ્વારા હાથ લગાવતો નથી અને માત્ર ને માત્ર વૃદ્ધ દંપત્તિને હેરાન કરવાના ઇરાદે જ અવારનવાર બાંધકામ તોડવામાં આવે છે. 

સોસાયટીના મોટાભાગના તમામ મકાનોના ગેરકાયદે બાંધકામ અંગે પાલિકા કચેરીએ વારંવાર લેખિત રજૂઆતો કરી છે. ઉપરાંત વૃદ્ધ દંપત્તિએ પોતાના ગેરકાયદે બાંધકામ બાબતે ઇમ્પેક્ટ ફી ભરવા તૈયાર હોવાનું પણ જણાવ્યું હતું. દબાણ શાખાની ટીમ અને વૃદ્ધ દંપત્તિ વચ્ચે ભારે ચકમક-બોલાચાલી થવા છતાં પોલીસ બંદોબસ્ત સાથે આવેલી પાલિકાની દબાણ શાખાની ટીમે કમ્પાઉન્ડ વોલનું ગેરકાયદે બાંધકામ તોડવાનું કામકાજ યથાવત રાખ્યું હતું.


Google NewsGoogle News