Get The App

વારસિયામાં વહેલી સવારે પત્નીના ગળા પર છરી ફેરવી દઇ પતિનો આપઘાત

અનેક શંકાઓ વચ્ચે પી.એમ.રિપોર્ટની રાહ જોતી પોલીસ : પતિ વિરૃદ્ધ ગુનો દાખલ કર્યો

Updated: Oct 13th, 2024


Google NewsGoogle News
વારસિયામાં વહેલી સવારે પત્નીના ગળા પર છરી ફેરવી દઇ પતિનો આપઘાત 1 - image

 વડોદરા,વારસિયામાં આજે સવારે આવેશમાં આવીને  પતિએ પત્નીના ગળા પર છરી ફેરવી દઇ જાતે ગળા ફાંસો ખાઇ લીધો હતો. જોકે, આ ઘટનામંા પત્નીનો જીવ બચી ગયો હતો. પંરતુ, પતિનું મોત થયું હતું. આવતીકાલે મૃતકના પરિવારજનો આવ્યા પછી પી.એમ. કરાવવામાં આવશે. અનેક શંકાઓ વચ્ચે પોલીસ પી.એમ. રિપોર્ટની રાહ જોઇ રહી છે.

વારસિયાની સંતકંવર કોલોનીમાં રહેતા  જ્યોત્સનાબેન ઉર્ફે જ્યોતિ વાઘારામ સરગરા (મારવાડી) મૂળ રાજસ્થાનના વતની છે. વારસિયા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા લગ્ન ૨૨ વર્ષ પહેલા વાઘારામ મોહનલાલ મારવાડી સાથે થયા હતા. લગ્ન પછી  હું મારી સાસરીમાં રહેવા ગઇ હતી. મારા  પતિ કડિયા કામની મજૂરી કરતા હતા. મારે સાસરીમાં ક્યારેય કોઇ અણબનાવ કે ઝઘડો થયો નથી. ચાર વર્ષ પહેલા મારા દિયેર દિલખુશે મારા પતિ સાથે ઝઘડો કરી માર મારતા હું મારા પતિને લઇને વડોદરા મારી માતા સીતાબેનની સાથે  રહેવા આવી ગઇ હતી. મારા પતિ  હાથીખાનમાં મજૂરી કામ કરતા હતા. ત્યારબાદ અમે અલગૃ અલગ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા હતા. છેલ્લા ચાર વર્ષથી અમે વારસિયામાં રહીએ છીએ. મારે સંતાન નથી. અમારા પતિ - પત્ની વચ્ચે ક્યારેય સંતાન બાબતે ઝઘડો થયો નથી. ગઇકાલે રાતે હું તથા મારા પતિ જમીને સૂઇ ગયા હતા. આજે વહેલી સવારે પોણા ચાર વાગ્યે મારા પતિએ મને ઉઠાડી મારી  પાસે ૨૦ રૃપિયા માંગ્યા હતા. મેં પૂછ્યું કે ૧૦ રૃપિયા શું કરવા છે ? મારા પતિએ જવાબ આપ્યો કે, મારે દારૃ પીવા માટે જવું છે. જેથી, મેં ૨૦ રૃપિયા આપ્યા નહતા. મારા પતિ કપડાની થેલીમાં મૂકેલા ૨૦ કાઢીને દારૃ પીવા માટે જતા રહ્યા હતા.પાંચ વાગ્યે મારા પતિ પરત આવી મને કહેવા લાગ્યા કે, આજે મારે મરવું છે. મેં તેઓેને પૂછ્યું કે, કેમ મરવું છે ? મેં તેઓને આવું નહી કરવા માટે હિમંત આપી હતી. છતાં તેઓ માન્યા નહતા અને મકાનના દાદર પર જઇને બેસી ગયા હતા. સવારે પોણા છ વાગ્યે મારા પતિ દાદર  પરથી ઉભા થઇને બાથરૃમમાં જઇ હાથ પગ ધોઇ મારી પાસે બેસીને કહેવા લાગ્યા કે, આજે હું તને  પહેલા મારીશ. પછી હું મરી જઇશ. મારા પતિએ શાકભાજી સમારવાની છરી વડે મારા ગળા પર ઇજા કરી ખાટલાની નાયલોનની  પાટી પંખાના હુક સાથે બાંધી ગળા ફાંસો ખાધો હતો. મને સાધારણ ઇજા થઇ હોઇ ઉભી થઇને છરી વડે નાયલોનની દોરી કાપી નાંખી હતી. મારા પતિને મેં જમીન પર સુવડાવી દીધા હતા. તેઓની આંખો બહાર નીકળી ગઇ હતી. તેઓની હાલત જોઇને મને થયું કે, તેઓનું મરણ થયું છે. સાડા આઠ વાગ્યે મેં મારા મામાને ફોન કરીને જાણ કરી હતી. મારા મામા અને તેમનો દીકરો તથા મારો ભાઇ ઘરે દોડી આવ્યા હતા.



પત્નીએ એકલા હાથે પતિનો દોરીનો ફાંસો કાપી નીચે ઉતાર્યો 

ઘટના અંગે થયેલી શંકાઓ અંગે પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ

વડોદરા,વારસિયાની ઘટના અંગે ઘણી શંકાઓ ઉદ્ભવી રહી છે. પતિએ ગળા પર છરી ફેરવી ત્યારે પત્નીએ બૂમાબૂમ કેમ ના કરી ? જો બૂમાબૂમ  કરી હોય તો પાડોશીઓએ કેમ ના સાંભળ્યું ? પતિને ફાંસો ખાતા જોઇને ઇજાગ્રસ્ત પત્ની ઉભી થાય છે. ગળા પર ઇજા થઇ હોવાછતાંય જાતે ઉભી થઇને એકલા  હાથે પતિની ફાંસીની દોરી કાપી નાંખે છે. ત્યારબાદ પતિને નીચે ઉતારીને જમીન પર સુવડાવી દે છે. જો તાત્કાલિક પતિને ઉતાર્યો તો પછી ફાંસાથી તેનું મોત કેવી રીતે થયું ? પોલીસને શંકા છે કે, વાઘારામને માર્યા  પછી લટકાવી દીધો હોઇ શકે.


પતિ - પત્નીના મોબાઇલ ફોનની ડિટેલ મેળવતી  પોલીસ

 વડોદરા,આ ઘટનાની તપાસ માટે પોલીસ દ્વારા તેઓના મોબાઇલ ફોનની ડિટેલનો પણ ઝીણવટભર્યો અભ્યાસ શરૃ કરવામાં આવ્યો છે. પતિ, પત્નીના કોની સાથે સંબંધ હતા ? કોની સાથે છેલ્લે વાત કરી ? તે અંગે પોલીસ માહિતી મેળવી રહી છે. પોલીસે તેઓના સગા સંબંધીની  પણ પૂછપરછ શરૃ કરી છે. જોકે, હજી સુધી કોઇ નક્કર વિગતો મળી આવી નથી.


Google NewsGoogle News