Get The App

પતિ, પત્ની ઓર વો.. મામલો પ્રેમલગ્ન બાદ પતિ બીજા લગ્ન કરવા રિસોર્ટ પહોંચ્યો અને પત્નીએ ઝડપી પાડયો

૧૩ વર્ષ પહેલાં પતિએ પ્રેમલગ્ન કર્યા હતાં ઃ પત્નીને શંકા જતા તપાસ કરાવી અને પતિના બીજા લગ્ન થાય તે પહેલાં જ રિસોર્ટમાં રેડ કરી

Updated: Feb 18th, 2024


Google NewsGoogle News
પતિ, પત્ની ઓર વો.. મામલો પ્રેમલગ્ન બાદ પતિ બીજા લગ્ન કરવા રિસોર્ટ પહોંચ્યો અને પત્નીએ ઝડપી પાડયો 1 - image

જરોદ તા.૧૮ વડોદરામાં રહેતા તેમજ ખાનગી કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતાં યુવાને લવમેરેજ કર્યા હોવા છતાં અન્ય યુવતી સાથે લગ્ન કરવા વડોદરા નજીકના રિસોર્ટમાં પહોંચી જતા પત્નીએ રંગે હાથ પતિને અન્ય યુવતી અને યુવતીના સંબંધીઓ સાથે ઝડપી પાડયા બાદ પતિએ પત્નીને બધાની વચ્ચે માર મારતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોચ્યો હતો.

વડોદરાના આજવા-વાઘોડિયા રિંગરોડ પર આવેલ અક્ષરવિલા ડુપ્લેક્સમાં રહેતી સંગીતાબેન ભાટીયાએ તેના પતિ અંકિતકુમાર સામે જરોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કર્યા છે કે હું ઘરકામ કરું છું, મેં ૧૩ વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યા હતાં અને બાદમાં સંતાનમાં ૧૨ વર્ષનો એક પુત્ર તેમજ પાંચ વર્ષની એક પુત્રી છે. મારા પતિ નંદેસરી ખાતેની દીપક નાઇટ્રેટ કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે છેલ્લા સાત વર્ષથી નોકરી કરે છે.

ગઇકાલે રાત્રે આશરે ૧૧ વાગે પતિ ઘેર આવ્યા હતા અને મને જણાવેલ કે સવારે મારે કંપની તરફથી રિસોર્ટમાં ફરવા જવાનું છે.  મારા પતિ પુર્વીબેન (રહે.વેજલપુર) સાથે અવારનવાર ફરવા જતા હોવાથી મને શંકા ગઇ હતી અને મારા ભાઇ હર્ષદને આ બાબતની જાણ કરતાં તે તેના મિત્રો સાથે રિસોર્ટમાં જઇ તપાસ કરી મને જણાવેલ કે અંકિત અને પુર્વી બંને રિસોર્ટમાં છે.

બાદમાં હું બપોરે પોણા એક વાગે રિસોર્ટ પર પહોચી ત્યારે ત્યાં મારા પતિ અને પુર્વી ઉપરાંત પુર્વીના સંબંધીઓ પણ હતા અને બંનેના લગ્નની તૈયારીઓ ચાલતી હતી જેથી મેં મારા પતિને આ લગ્ન વિશે પૂછતાં તેઓ ઉશ્કેરાઇને મારી સાથે ગમેતેમ બોલી ઝપાઝપી કરી માર માર્યો હતો. જો કે મારા ભાઇ તેમજ અન્યએ વચ્ચે પડીને મને મારથી બચાવી હતી. પતિના અન્ય લગ્ન અંગે મેં ૧૮૧માં ફોન કરી જાણ કરતાં મારા પતિ ભાગી ગયા હતા અને આ અંગે આખરે પોલીસ ફરિયાદ કરવાની ફરજ પડી છે.




Google NewsGoogle News