Get The App

પતિએ પ્રેમિકા સાથે મળીને પત્નીને માર મારી ધમકી આપી

પત્નીને જાનથી મારી નાંખવાની ધમકી આપતા પતિ સામે ફરિયાદ

Updated: Apr 8th, 2024


Google NewsGoogle News
પતિએ પ્રેમિકા સાથે મળીને પત્નીને માર મારી ધમકી આપી 1 - image

વડોદરા,પતિ અને તેની પ્રેમિકાએ ભેગા મળીને પત્ની પર હુમલો કરી  જાનથી મારી નાંખવાની ધમકી આપતા બાપોદ પોલીસે  ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સયાજી ટાઉનશિપ બંસીધર હાઇટ્સમાં રહેતા તેજલબેન બ્રહ્મભટ્ટે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા પતિને અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાથી તેઓ મારી સાથે રહેતા નથી. આજે સવારે  હું મારા પતિને શોધવા માટે મારા દીકરાને લઇને મારા પતિની પ્રેમિકાના ઘરે ગઇ હતી. મેં તેને પૂછ્યું કે, મારા  પતિ ક્યાં છે ? મારી વાત સાંભળીને તે એકદમ ઉશ્કેરાઇ  ગઇ  હતી. તેણે મારા પતિને કોલ કરતા તેઓ આવી ગયા હતા. તું અહીંયા કેમ આવી છે ? તેવું કહીને તેમણે મને તમાચા મારી દીધા હતા. મારા  પતિની પ્રેમિકાએ  પણ મને તમાચા મારી ઝપાઝપી કરી હતી. ઝપાઝપી દરમિયાન મારા ગળામાંથી સોનાની અડધા તોલાની ચેન પડી ગઇ હતી. મારા  પતિ મને જાનથી મારી નાંખવાની ધમકી આપી ભાગી ગયા હતા. 


Google NewsGoogle News