ચોરોનો ઠાઠ: ઘરમાં ચોરી કરી સાથે બાઇક પણ લઇ ગયાં

Updated: Feb 8th, 2024


Google NewsGoogle News
ચોરોનો ઠાઠ: ઘરમાં ચોરી કરી સાથે બાઇક પણ લઇ ગયાં 1 - image


Image Source: Freepik

વડોદરા, તા. 08 ફેબ્રુઆરી 2024 ગુરૂવાર

વડોદરા આજવા રોડ પર પરિવાર જમીને ઉંઘી ગયો હતો ત્યારે તસ્કરો તેમના મકાનમાં ઘુસ્યા હતા. ત્યારબાદ તિજોરીમાં મુકેલા ચાંદીના દાગીના, રોકડ એક મોબાઇલ અને ઘર પાસે પાર્ક કરેલી બાઇક પણ ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જેની બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

શહેરના આજવા રોડ પર આવેલા પાર્વતીનગરમાં રહેતા મહેશ દાદુ પગીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત 5 ફેબ્રુઆરીના રોજ રાતના દસ વાગ્યાના અરસામાં મારો દિકરો ઘરે આવી તેનુ બાઇક અમારા મકાનની બહારના ભાગે લોક મારીને મુકેલું હતું. અમારા ઘરના તમામ સભ્યો જમી પરવારીને સાડા અગીયાર વાગ્યાના અરસામા પરિવારના સભ્યો ઉંઘી ગયા હતા. ત્યારે અમારો ઘરના બહારનો દરવાજો ખુલ્લો રાખેલો હતો. મોડી  રાત્રીના ત્રણ વાગ્યાના અરસામા બાઈક ચાલુ કરવાનો અવાજ આવતા મારો છોકરો કાર્તિકની વહુ સ્મિતાએ ઉઠીને અમારા ઘરની બહારની લાઇટ ચાલુ કરીને જોતા બાઇક ન હતી. છેલ્લા રૂમમાં જઇને તપાસ કરી હતી ત્યારે તિજોરી ખુલ્લી હતી અને તિજોરીનો સર સામાન વેર વિખેર હાલતમાં પડેલો હતો અને તિજોરીના ડ્રોવરમાં મુકેલા ચાંદીના, રોકડ રકમ,  પ્રવિણભાઇનો મોબાઇલ મળી 86 હજારની મતાની ચોરી કરી ફરી ફરાર થઇ ગયો હતો.


Google NewsGoogle News