Get The App

વડોદરા જિલ્લા ભાજપ દ્વારા પહેલીવાર પૂર્વ હોદ્દેદાર પાસે પક્ષના નાણાં વસૂલવા પોલીસની મદદ લેવાઇ

Updated: Feb 22nd, 2024


Google NewsGoogle News
વડોદરા જિલ્લા ભાજપ દ્વારા પહેલીવાર પૂર્વ હોદ્દેદાર પાસે પક્ષના નાણાં વસૂલવા પોલીસની મદદ લેવાઇ 1 - image

વડોદરાઃ વડોદરા જિલ્લા  ભાજપના  પૂર્વ  હોદ્દેદાર  પાસે પક્ષની બાકી રકમ વસૂલવા માટે પોલીસની મદદ લેવામાં આવી હોવાનો કિસ્સો રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

વડોદરા જિલ્લા ભાજપના પૂર્વ ખજાનચી અને પોરના અગ્રણી દિનેશ અમીન પાસે હિસાબોની બાકી રકમ ભરપાઇ કરવા માટે પક્ષના મોવડીઓ દ્વારા વારંવાર સૂચના આપવામાં આવી હતી.આખરે આ મુદ્દો પ્રદેશ ભાજપના પ્રમુખ સુધી પહોંચ્યો હતો.

પ્રમુખે પોલીસ ફરિયાદ કરવાની જિલ્લા પ્રમુખ સતિષ નિશાળિયાને સૂચના આપતાં જિલ્લા પોલીસને અરજી આપવામાં આવી હતી.પોલીસની દરમિયાનગિરી બાદ ભાજપના પૂર્વ હોદ્દેદારે રૃ.૪.૬૫ લાખની રકમ પક્ષના ભરણામાં જમા કરાવી હતી.જેથી પોલીસ કાર્યવાહી પડતી મુકવામાં આવી હતી.


Google NewsGoogle News