ડભોઇરોડના તળાવમાં ડૂબેલા યુવકને શોધવા ફાયર બ્રિગેડની મદદ લીધી

Updated: Jan 2nd, 2024


Google NewsGoogle News
ડભોઇરોડના તળાવમાં ડૂબેલા યુવકને શોધવા ફાયર બ્રિગેડની મદદ લીધી 1 - image

વડોદરાઃ ડભોઇરોડ હનુમાન ટેકરી વિસ્તારમાં આવેલા દૂધિયા તળાવમાં આજે સવારે એક યુવક ડૂબ્યો હોવાની વિગતો મળતાં ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી.

બનાવ અંગે ચોક્કસ માહિતી જાણવા મળી નહતી.પરંતુ ફાયર બ્રિગેડને કોલ મળતાં  ત્રણ થી ચાર કલાકની શોધખોળ બાદ ફાયર  બ્રિગેડે યુવકનો મૃતદેહ શોધી કાઢ્યો હતો.મરનારનું નામ નવનીત રાજપૂત(ગણેશ નગર,ડભોઇરોડ) હોવાનું ફાયર બ્રિગેડના સૂત્રોએ કહ્યું છે.

યુવક તળાવમાં કેવી રીતે પડ્યો તેનું કારણ જાણવા પોલીસ વધુ તપાસ કરી રહી છે.


Google NewsGoogle News