ફાંસો ખાવા રૃમમાં પુરાઇ ગયેલી યુવતીને છેલ્લી ઘડીએ બચાવી લીધી

Updated: Oct 12th, 2023


Google NewsGoogle News
ફાંસો ખાવા રૃમમાં પુરાઇ ગયેલી યુવતીને છેલ્લી ઘડીએ બચાવી લીધી 1 - image

વડોદરાઃ વડોદરાના પૂર્વ વિસ્તારમાં રહેતી એક યુવતીની સગાઇ થયા બાદ સાસરીમાં રોકાઇ જતાં માતાએ તેને બોલાવી ઠપકો આપ્યો હતો.જેથી યુવતીએ રૃમમાં પુરાઇ જઇ આપઘાતનો પ્રયાસ કરતાં તેને ખરા સમયે બચાવી લેવામાં આવી હતી.

પૂર્વ વિસ્તારમાં રહેતી યુવતીની સગાઇ થયા બાદ સાસરીમાં શ્રાધ્ધ હોવાથી તેને બોલાવી હતી.માતાએ તેને સાંજે પાછી આવી જવા કહ્યું હતું.પરંતુ યુવતી બે દિવસ રોકાઇ જતાં માતાએ તેને ફોન કરાવી બોલાવી લીધી હતી.જે મુદ્દે સાસરીયા સાથે મનદુખ થયું હતું.

ઘેર આવેલી યુવતીને લાગી આવતાં તે  બે કલાક સુધી રૃમમાં પુરાઇ રહી હતી.જેથી તે કોઇ પગલું ભરી લે તેવી દહેશતને કારણે માતાએ અભયમની ટીમની મદદ લીધી હતી.ટીમે બે-ત્રણ યુવકોની મદદ લઇ સીડી મારફતે બહારથી રૃમમાં જઇ દરવાજો ખોલાવ્યો હતો.આ વખતે યુવતી પંખા સાથે દુપટ્ટો બાંધી ખુરશી પર ફસડાયેલી હતી.જેથી તેને પાણી પીવડાવી તરત હોસ્પિટલમાં લઇ જવાઇ હતી.જ્યાં સારવાર મળતાં તેનો  બચાવ થયો હતો.


Google NewsGoogle News