Get The App

યુવતીએ સગાઇ તોડી નાંખતા યુવાનની ઘેર જઇને ધમાલ

બેકાર યુવાનની હેરાનગતિ વધી જતા આખરે પોલીસ બોલાવવી પડી

Updated: Apr 14th, 2024


Google NewsGoogle News
યુવતીએ સગાઇ તોડી નાંખતા યુવાનની ઘેર જઇને ધમાલ 1 - image

વડોદરા, તા.14 શહેરના મકરપુરા વિસ્તારમાં નોકરી કરતી યુવતીએ બેકાર યુવાનની હેરાનગતિથી કંટાળી સગાઇ તોડી નાંખતા નાસીપાસ થયેલા યુવાને યુવતીના ઘેર આવી તોફાન કરતા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી.

આ અંગેની વિગત એવી છે કે મકરપુરા વિસ્તારમાં રહેતી યુવતીની સગાઇ સમાજ દ્વારા ત્રણ વર્ષ પહેલાં ડભોઇ તાલુકાના યુવાન સાથે થઇ  હતી. યુવતી વડોદરાની ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી પરંતુ યુવકની કોઇ કમાણી ન હતી. બેકાર યુવાન યુવતીને નોકરી છોડી દેવાનું જણાવી આપણે ગામડે રહેવાનું છે, પિયર રહીને નોકરી ના કરતી, તારે સાસરીમાં રહેવું પડશે તેમ કહેતો હતો. કોઇ કામ ધંધો નહી કરતો યુવાન વ્યસની પણ બની ગયો  હતો.

પોતાના ગામમાંથી વડોદરા યુવતીના ઘેર આવી યુવાન મગજમારી કરતો હતો અને વારંવાર ઝઘડો કરતાં આખરે યુવતીએ સગાઇ તોડી નાંખી  હતી. બાદમાં યુવાનને તેના ઘરના સભ્યો પણ સમજાવતા હતા પરંતુ યુવાન તેની આદતો છોડતો ન  હતો. સગાઇ તોડી નાંખ્યા  બાદ પણ યુવાન યુવતીના ઘેર આવીને તેની સાથે ઝઘડો કરતો હતો જેથી એક મહિના પહેલાં યુવતીએ કહી દીધું  હતું કે મારે તારી સાથે કોઇ સંબંધ રાખવો નથી. ત્યારબાદ આજે ફરીથી યુવાન યુવતીના ઘેર આવ્યો હતો અને યુવતી તેમજ તેની બહેન સાથે ઝઘડો કરી અપશબ્દો બોલવાનું શરૃ કર્યું હતું. યુવાનની હેરાનગતિને પગલે યુવતીએ તુરંત જ પોલીસને બોલાવી હતી. પોલીસે આખરે યુવાનને સમજાવી મામલો થાળે પાડયો હતો.




Google NewsGoogle News