Get The App

1.39 કરોડ ની હેરાફેરી અને છેતરપિંડીના કેસમાં પૂર્વ ક્રિકેટર રિશિ અરોઠે મુંબઇની હોટલમાંથી ઝડપાયો

Updated: Mar 13th, 2024


Google NewsGoogle News
1.39 કરોડ ની હેરાફેરી અને છેતરપિંડીના કેસમાં પૂર્વ ક્રિકેટર રિશિ અરોઠે મુંબઇની હોટલમાંથી ઝડપાયો 1 - image

વડોદરાઃ રોકડ રકમની હેરાફેરીમાં સંડોવાયેલા પૂર્વ ક્રિકેટર રિશિ અરોઠેને વડોદરા પોલીસે મુંબઇની એક હોટલમાંથી ઝડપી પાડયો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં રિશિએ મોકલેલા રોકડા રૃ.૧.૩૯ કરોડ ઇવેન્ટમાંથી કમાયો હોવાની વિગતો ખૂલી છે.

વડોદરાના પ્રતાપગંજ ખાતે જે-૧ એપાર્ટ મેન્ટમાં રહેતા પૂર્વ રણજી ક્રિકેટર અને પૂર્વ કોચ તુષાર અરોઠેને ત્યાંથી એસઓજીના પીઆઇ વીએસ પટેલ અને ટીમે દરોડો પાડી રોકડા રૃ.૧.૩૯ કરોડ કબજે કર્યા હતા.તેમની સામે અગાઉ સટ્ટાનો કેસ થયો હોવાથી પોલીસે ઇન્કટેક્સ વિભાગને જાણ કરી હતી.

તપાસ દરમિયાન આ રકમ તુષાર અરોઠેના પુત્ર અને પૂર્વ ક્રિકેટર રિશિ અરોઠેએ નાસિકના એચએમ આંગડિયા મારફતે મોકલી હોવાની વિગતો ખૂલી હતી.જેથી પોલીસ તેને શોધી રહી હતી.આ ઉપરાંત રિશિ અરોઠે સામે માંજલપુર અને રાવપુરા પોલીસ સ્ટેશનમાં પણ છેતરપિંડીના બે ગુના નોંધાયા હોવાથી તેને શોધવામાં આવી રહ્યો હતો.

દરમિયાનમાં એસઓજીની એક ટીમ રિશિની સતત પાછળ હતી અને ગઇકાલે થાણેની એક હોટલમાં રિશિ હોવાની વિગતો મળતાં પોલીસે વોચ રાખી હતી.રિશિ હોટલમાંથી જમીને બહાર નીકળે ત્યાંજ પોલીસે તેને દબોચી લીધો હતો.એસઓજીના પીઆઇની પૂછપરછ દરમિયાન રોકડ રકમ તેણે જુદીજુદી જગ્યાએ કરેલી ઇવેન્ટની હોવાની કબૂલાત કરી હતી.જેથી પોલીસ ક્રોસ વેરિફિકેશન કરનાર છે.

રિશિ આખી રાત જાગવાની ટેવ ધરાવતો હોઇ પોલીસને જાગરણ કરવું પડતું હતું

સતત લોકેશન બદલતા પૂર્વ ક્રિકેટર રિશિ અરોઠેને પકડવા માટે પોલીસને રાતે વધુ જાગરણ કરવું પડતું હતું.

વડોદરા પોલીસની ટીમ રિશિની  પાછળ લાગી હતી અને તે  બેંગ્લોરથી ગોવા અને ત્યારબાદ મુંબઇ આવ્યો હતો.જેથી પોલીસ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સિસના માધ્યમથી તેના પર વોચ રાખી રહી હતી.

રિશિ તેની ગર્લફ્રેન્ડ તેમજ અને કેટલાક લોકોના સંપર્કમાં હોવાની પોલીસને માહિતી મળી હતી.તે આખી રાત જાગવાની ટેવ રાખતો હોવાની માહિતી મળતાં પોલીસને પણ જાગરણ કરવું પડતું હતું.

ગોવામાં હોળીની ઇવેન્ટ કરવાની હોવાતી રોકડા રૃ.38 લાખ મંગાવ્યા હતા

પૂર્વ ક્રિકેટર રિશિની પ્રાથમિક તપાસ દરમિયાન તે ઇવેન્ટ કરતો હોવાની અને સેલિબ્રિટીઓને બોલાવતો હોવાની વિગતો ખૂલી છે.

પોલીસે રિશિને રૃ.૩૮ લાખ કેમ પાછા મંગાવ્યા,કોને આપવાના હતા..તે મુદ્દે પૂછતાં તેણે ગોવામાં હોળીમાં ઇવેન્ટ કરવાની હતી તેના માટે રૃપિયાની જરૃર હતી..તેવા જવાબો આપ્યા હતા.જેથી પોલીસ તેની કોલ્સ ડિટેલ તપાસી રહી છે.

રિશિની પૂછપરછ દરમિયાન તેનું ગુ્રપ ગોવા,ઉંટી,મસૂરી,બેંગ્લોર જેવા સ્થળોએ વાર તહેવારે ઇવેન્ટ કરતા હોવાની અને રોકડ રકમ ઇવેન્ટની કમાણી  હોવાની વિગતો જણાવી હતી.જેથી પોલીસ ક્રોસ વેરિફિકેશન કરી રહી છે.આ ઉપરાંત ઇન્કમટેક્સ વિભાગ પણ તે દિશામાં તપાસ કરનાર છે.

રિશિને છેતરપિંડીના ગુનામાં માંજલપુર પોલીસને હવાલે કરાશે

રિશિ અરોઠેને મુંબઇથી વડોદરા લાવનાર એસઓજી દ્વારા રૃ.૧.૩૯ કરોડના મુદ્દે નિવેદન લેવાની તજવીજ કરવામાં આવી હતી.રિશિ સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો હોવાથી આવતીકાલે તેને માંજલપુર પોલીસને હવાલે કરવામાં આવનાર છે.


Google NewsGoogle News