માણસામાં ફૂડ વિભાગે અખાદ્ય જથ્થાનો નાશ કર્યો : ચાર જગ્યાથી સેમ્પલ લીધા
માણસા : ગાંધીનગર જિલ્લામાં કેટલીક જગ્યાએ કોલેરાના કેસ મળી આવતા
જિલ્લામાં ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે માણસામાં પણ
ફૂડ વિભાગ દ્વારા કોલેજ અને ભગવતી શોપિંગ સેન્ટર ખાતે પાણીપુરી ની લારી અને બરફ
ગોળા સહિતની જગ્યા પર તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ૬૬ કિલો જેટલા અખાદ્ય
જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો તો ચાર એકમ પરથી સેમ્પલ લઈ લેબોટરી માં ટેસ્ટીંગ
માટે મોકલવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ હાલમાં પડી રહેલ કાળજાળ ગરમીમાં ખાણી
પીણીની વસ્તુની ગુણવત્તા માટે તેમજ યોગ્ય તકેદારી રાખવી જરૃરી બને છે ત્યારે
ગાંધીનગર ફૂડ વિભાગ દ્વારા ભવિષ્યમાં રોગચાળો ન ફેલાય તે અન્વયે અગમચેતીના ભાગરૃપે માણસા શહેરમાં ડેઝીગનેટેડ
અધિકારીના માર્ગદર્શન હેઠળ ફૂડ સેફ્ટી અધિકારી દ્વારા શહેરમાં આવેલ કોલેજ શોપિંગ
સેન્ટર અને ભગવતી શોપિંગ સેન્ટર ખાતે ઉભી રહેતી પાણીપુરીની લારીઓ, શેરડીના કોલા અને
બરફના ડીશ ગોળા ના ૨૧ એકમો પર તપાસ કરવામાં આવેલ જેમાં બિન આરોગ્યપ્રદ અને
અનહાઇજેનિક કન્ડિશનમાં રાખવામાં આવેલ ૬૬ કિલો જેટલા જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં
આવ્યો હતો અને આ તમામ એકમોને સ્વચ્છતા અને હાઈજેનિક કન્ડિશન જાળવવા સૂચના આપવામાં
આવી હતી તો જલારામ ફરસાણ,
સૌરાષ્ટ્ર ગાંઠીયા રથ,મેં બોલે
તો પકોડી અને ભેરુનાથ ભેળ પકોડી એન્ડ ભાજીપાવ સેન્ટર એમ ચાર જગ્યા પરથી
પાણીપુરીનું પાણી,પાત્રા, ગોટાની ચટણી અને
ગોટાના સર્વેલન્સ નમૂનાઓ લઈ તેને પૃથ્થકરણ માટે ફૂડ લેબોરેટરીમાં મોકલી આપવામાં
આવ્યા છે.