એમ.એસ.યુનિ.માં જાહેર થયેલી પ્રથમ પ્રવેશ યાદીમાં અનામત બેઠકોને ધ્યાને લીધી નથી
M S University Vadodara : કોમન યુનિવર્સિટી એક્ટના અમલ બાદ મ.સ.યુનિવર્સિટીમાં એડમિશન મુદ્દે વિદ્યાર્થીઓનું સ્વયંભૂ આંદોલન શરૂ થયું છે. જેમાં આવે વિદ્યાર્થી નેતાઓ અને રાજકારણીઓ જોડાતા આંદોલનને વેગ પકડ્યો છે. ત્યારે જાહેર થયેલા એડમિશન લિસ્ટમાં છીંડા હોવાની ચોકાવનારી વિગતો બહાર આવી છે. જાહેર થયેલા પ્રવેશ લિસ્ટમાં અનામત કવોટાનો મુદ્દો જ સદંતર ભૂલી જવાયો હતો પરિણામે પ્રવેશ લિસ્ટ કેન્સલ કરાયું છે. જોકે આ બાબત સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનની તદ્દન વિરુદ્ધમાં છે
અત્રે ઉલ્લેખનીય છે કે, કોમન યુનિવર્સિટી એક્ટ ગયા વર્ષે અમલમાં આવ્યો છે જેના કારણે મ.સ.યુનિવર્સિટીની સ્વાયતત્તા છીનવાઈ ગઈ છે. કોમર્સ કોલેજમાં 75 ટકાએ પ્રવેશ અટક્યો છે અને તેની પ્રથમ પ્રવેશ યાદી જાહેર કરવામાં આવી છે. જ્યારે બીજી બાજુ ઊંચા ટકાએ પ્રવેશ અટકતા વિદ્યાર્થીઓનું સ્વયંભૂ આંદોલન શરૂ થયું છે. આ આંદોલન બિનપ્રતિદિન વેગ પકડી રહ્યું છે ત્યારે પ્રવેશ યાદી જાહેર કરવામાં આવી. જેમાં આમાં અનામત કવોટાને કોઈ કારણોસર ધ્યાનમાં લેવા આવ્યો ન હતો. જેથી પ્રવેશ યાદી કેન્સલ કરી નાખવામાં આવી છે. પરંતુ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ એક વખત પ્રવેશ યાદી જ્યારે જાહેર થઈ જાય ત્યારબાદ કોઈપણ સંજોગોમાં પ્રવેશ યાદી કેન્સલ કરી શકાય નહીં. હવે જ્યારે 1500 બેઠકો વધારવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે વી.સીની કરની અને કથનીમાં તદ્દન વિરોધાભાસ હોવાના આક્ષેપો થયા છે. જાહેર થયેલી પ્રવેશ યાદીમાં અનેક છીંડા રહી ગયા હોવાના આક્ષેપો થયા છે.