ફાયર બ્રિગેડે વીજ જોડાણ કાપ્યું હોવા છતાં ખાનગી બેન્ક ચાલુ રહેતાં સીલ કરીઃટ્યુશન ક્લાસીસ વાળી બિલ્ડિંગનું વીજ જાેડાણ કટ
વડોદરાઃ ફાયર સેફ્ટીના મુદ્દે શહેરમાં ઝંુંબેશ ચલાવતી ફાયર બ્રિગેડ દ્વારા જુદા જુદા બે હાઇરાઇઝ બિલ્ડિંગોને સીલ કરવાની કામગીરી કરવામાં આવી હતી.જેમાં કાલાઘોડાની એચડીએફસી બેન્કને બંધ કરાવવામાં આવી છે.
ફાયર સેફ્ટીના મુદ્દે ફાયર બ્રિગેડ દ્વારા નોટિસો આપીને વીજ જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવી રહી છે.જે દરમિયાન કાલાઘોડા પંચમુખી હનુમાન મંદિર પાસે મીડ વે હાઇટ્સ નામના બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી પ્રત્યે બેદરકારી જણાઇ આવતાં તેનું પણ વીજ જોડાણ કાપવામાં આવ્યું હતું.
આ બિલ્ડિંગમાં આવેલી એચડીએફસી બેન્કમાં જનરેટર મારફતે કામ ચાલી રહ્યંુ હોવાની માહિતી મળતાં ફાયર બ્રિગેડે જનરેટર અને બેટરીના સાધનો કબજે લીધા હતા અને બેન્કના દરવાજા પર સીલ મારી બેન્ક બંધ કરાવી હતી.
તો બીજીતરફ વોર્ડ નંબર ૧૦માં સુભાન પુરા વિસ્તારમાં આવેલા રાધેશ્યામ કોમ્પ્લેક્સમાં પણ ફાયર સેફ્ટીનો અભાવ જણાતાં વીજ જોડાણ કાપવામાં આવ્યું હતું.આ કોમ્પ્લેક્સમાં પણ જુદાજુદા ટયુશન ક્લાસો આવેલા છે અને તેમાં ૮૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.