ફાયર બ્રિગેડે ટેકનોલોજી ફેકલ્ટી સહિત સાત બિલ્ડિંગોનો વીજ સપ્લાય કટ કર્યો

Updated: May 30th, 2024


Google NewsGoogle News
ફાયર બ્રિગેડે ટેકનોલોજી ફેકલ્ટી સહિત સાત બિલ્ડિંગોનો વીજ સપ્લાય કટ કર્યો 1 - image

વડોદરાઃ વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા ફાયર સેફ્ટી અંગે ઉપાડવામાં આવેલી ઝુંબેશ ચોથે દિવસે પણ ચાલુ રાખવામાં આવી હતી અને એમ એસ યુનિ.ની ટેકનોલોજી ફેકલ્ટી સહિત વધુ સાત બિલ્ડિગોના વીજ કનેક્શન કાપવામાં આવ્યા હતા.

ફાયર બ્રિગેડની જુદીજુદી ટીમો દ્વારા આજે વિવિધ વિસ્તારોમાં ફાયર સેફ્ટીનું ચેકિંગ જારી રાખવામાં આવ્યું હતું.જેમાં ફાયર સેફ્ટીની ગંભીર બેદરકારી રાખનારા સાત બિલ્ડિંગોના વીજ કનેક્શન કાપવામાં આવ્યા હતા.

આ બિલ્ડિંગોમાં ટેકનોલોજી ફેકલ્ટીના વિવિધ વિભાગો જેવા કે સ્પિનિંગ લેબ,મેથ્સ એન્ડ ફિઝિક્સ બ્લોક,કેમિકલ ડિપાર્ટમેન્ટ, કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટ,પીકે ગુજરાત લાયબ્રેરી, જિઓ ટેક ડિપાર્ટમેન્ટ,ફાર્મસી,એડમિનસ્ટ્રેશન બ્લોક,કોમ્પ્યુર સાયન્સ,એનસીસી બ્લોક,મેટલ એન્જિનિયરિંગ એન્ડ મટિરિયલ એન્જિનિયરિંગ વગેરેનો સમાવેશ થાય છે.

જ્યારે,જયરત્ન બિલ્ડિંગ નજીક વિદ્યાભવન,બરાનપુરામાં અતુલ ટ્રેડર્સ,સયાજીગંજના સિલ્વર લાઇન અને અંતરિક્ષ કોમ્પ્લેક્સ તેમજ ડભોઇરોડ સોમા તળાવ ખાતેના એમએમ વોરા શો રૃમના પણ વીજ કનેક્શન કાપવામાં આવ્યા હતા.

વડોદરા ફાયરબ્રિગેડની વધુ ૧૫ હોસ્પિટલ,૩ મોલ અને ૩ સ્કૂલને નોટિસ

 આશુતોષ હોસ્પિટલ અક્ષરચોક

શ્રી વુમન્સ હોસ્પિટલ માંજલપુર

વેલકેર હોસ્પિટલ અટલાદરા

આશીર્વાદ હોસ્પિટલ સિંધવાઇમાતારોડ

તીર્થ હોસ્પિટલ કારેલીબાગ

ચંદન હોસ્પિટલ રાવપુરા

સુરસાગર મલ્ટી સ્પે. દાંડિયાબજાર

સવિતા હોસ્પિટલ વાઘોડિયારોડ

સ્વાદિયા એન પટેલ જેતલપુર

વૈશ્વી હોસ્પિટલ જેતલપુર

પ્રાણાયામ હોસ્પિટલ ન્યુવીઆઇપીરોડ

આયુષ મલ્ટી સ્પે. ન્યુવીઆઇપીરોડ

સંકલ્પ હોસ્પિટલ વાસણારોડ

હરણી મલ્ટી સ્પે. હરણી

મધુરમ હોસ્પિટલ વારસીયા

રીલાયન્સ મોલ ઓપી રોડ

પીવીઆઇ સિનેમા માંજલપુર

વેદ ટ્રાન્સક્યુબ સ્ટેશન પાસે

બ્રાઇટ સ્કૂલ કારેલીબાગ

અંબે સ્કૂલ કારેલીબાગ

અબે પબ્લિક સ્કૂલ સમા સાવલી રોડ



Google NewsGoogle News